/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/Final-1.png)
વડોદરા આર.આર.સેલને મળેલ બાતમીના આધારે અંકલેશ્વર ખાતે વોચ ગોઠવતા પલ્સર બાઇક ઉપર ૧ પિસ્તોલ અને ૬ જેટલા કારતુસો સાથે જતા બે ઇસમોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા આર.આર.સેલની ટીમને મળેલ બાતમીના આધારે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન અંકલેશ્વર જિ.આઇ.ડી.સી. કનોરીયાકંપની સામેના રોડ ઉપરથી કોઇ ગર્ભીત કારણોસર પલ્સર બાઇક નં. GJ-06-MC-1400 લઈને જતા બે ઇસમોને રોકી તેમની પુછતાછ કરતા તેમણે તેમના નામ બિરેન્દરસીંગ જરામી૨શીંગ, હાલ ૨હે.મીરાનગ૨, અંકલેશ્વર જિ.આઇ.ડી.સી.,જી.ભરૂચ મુળ રહે.દાલનગર તા.બલીયા જિ.લખીમપુ૨ ખીરી (ઉ.પ્ર.) અને રાજશીંગ ઉર્ફે રાજુ સરદાર ઉર્ફે રાજુ સરદાર બાબુરીંગ ગુરૂ, હાલ રહે.બી/4,કૈલાશપાતિ સોસાયટી,૨ણોલી છી.વડોદરા મુળ રહે.કાબડા કોઠી ગામ.તા.જિ.સંગરૂ૨(પંજાબ) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તેમની સઘન પુછતાછ કરતા તેમની પાસેથી પિસ્તોલ નંગ-૦૧ કિંમત રૂપિયા ૨૫,૦૦૦/-,કારતુસ નંગ-૦૬ કિમત રૂપિયા ૬૦૦/-,બજાજ પલસર બાઇક કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- અને મોબાઇલ નંગ-૦૨ કિમત રૂપિયા ૧૫૦૦/- મળી કુલ ૭૭,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.