Connect Gujarat
દુનિયા

કોરોના વાઇરસના કારણે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની પત્નીની તબિયત લથડી

કોરોના વાઇરસના કારણે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની પત્નીની તબિયત લથડી
X

કેનેડાના છ રાજ્યોમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના

100 કેસ નોંધાયા છે. કેનેડામાં એક વ્યક્તિની કોરોના વાઇરસના લીધે

મોત થઈ હતી. ચીનના વુહાનમાં શરૂ થયેલા કોરોના વાયરસ ચેપ વિશ્વના 120થી વધુ દેશોમાં

ફેલાયો છે. વિશ્વ આરોગ્ય સંગઠને તેને વિશ્વ સ્તરીય મહામારી જાહેર કરી છે. કોરોના વાયરસથી

અત્યાર સુધીમાં 4900 થી વધુ લોકો માર્યા ગયા છે અને 135,000

થી વધુ લોકો વાઇરસથી સંક્રમિત છે.

કેનેડીયન મીડિયા સમાચાર અનુસાર કેનેડાના વડા

પ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેની પત્ની સોફીએ હાલ અલગ રહેવાની વાત કરી છે. ટ્રુડોની

પત્ની, સોફી ગ્રેગોઇર ટ્રુડો બુધવારે યુકેથી પરત ફર્યા હતા

અને કોરોના વાયરસથી તેમને ચેપ લાગવાના સંકેતો મળ્યા હતા, ત્યારબાદ

વડાપ્રધાને સાવચેતી તરીકે નિર્ણય લીધો હતો. ટ્રુડોએ એક પોસ્ટમાં કહ્યું હતું કે સોફીની

તબિયત અત્યારે સારી છે પરંતુ COVID-19 ના રિપોર્ટ બહાર આવે ત્યાં સુધી તે ઘરેથી તમામ કાર્ય કરશે.

https://twitter.com/JustinTrudeau/status/1238149727616667653?s=20

ડોકટરોએ કોરોનાવાયરસની શંકાના આધારે કેનેડિયન

પીએમ જસ્ટિન ટ્રુડોની પણ તપાસ કરી હતી, પરંતુ કોઈ લક્ષણો

મળ્યા નથી. ડોકટરોએ કહ્યું છે કે તેઓ તેમના રોજિંદા કાર્યો કરી શકે છે, પરંતુ તેઓએ તેમના શારીરિક લક્ષણો પર સતત દેખરેખ રાખવી પડશે.

Next Story