Connect Gujarat
ગુજરાત

CBSEની ધોરણ 10-12ની 1 થી 15 જુલાઇ સુધી યોજાનાર પરીક્ષા રદ

CBSEની ધોરણ 10-12ની 1 થી 15 જુલાઇ સુધી યોજાનાર પરીક્ષા રદ
X

સીબીએસઈ બોર્ડની 10 અને 12 વર્ગની બાકીની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મહારાષ્ટ્ર, દિલ્હી અને ઓડિશાએ પરીક્ષા લેવામાં અસમર્થતા દર્શાવતા સોગંદનામા આપ્યા છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, 10 અને 12ની 1 થી 15 જુલાઇ સુધી યોજાનારી પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટમાં સીબીએસઈની ધોરણ 10 અને 12ની બાકીની પરીક્ષાઓ લેવા બાબતેની અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મહારાષ્ટ્ર, દિલ્હી અને ઓડિશાએ પરીક્ષા લેવામાં અસમર્થતા દર્શાવતા સોગંદનામા આપ્યા છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, 10 અને 12ની 1 થી 15 જુલાઇ સુધી યોજાનારી પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.

સીબીએસઇએ વર્ગ 10ની પરીક્ષાઓને સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે વર્ગ 12ની પરીક્ષાઓ હવે વૈકલ્પિક રહેશે.

વિદ્યાર્થીઓના અભિભાવકોએ કોરોના સંકટને ધ્યાનમાં રાખીને સીબીએસઈ પરીક્ષા રદ કરવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સુરક્ષાના મુદ્દાને કારણે બાકીની સીબીએસઈની પરીક્ષા રદ કરવાનો આદેશ આપ્યો છે. જેની સુનાવણી મંગળવારે કોર્ટમાં થઈ હતી.

સીબીએસઇએ અંતિમ નિર્ણય આપવા માટે 25 જૂન ગુરુવાર સુધીનો સમય માંગ્યો હતો. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે સીબીએસઈ બોર્ડની પરીક્ષા 10 મા વર્ગના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ રદ કરવામાં આવી છે, પરંતુ 12 મા ધોરણના વિદ્યાર્થીઓ વૈકલ્પિક રીતે સીબીએસઈ બોર્ડની પરીક્ષા આપી શકે છે.

આ વર્ષે સીબીએસઈ બાકીની પરીક્ષાઓમાં દેશભરના 31 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેવાના હતા. જ્યારે સીબીએસઇએ બાકીની પરીક્ષા રદ કરી છે, તો બીજી બાજુ, તેની અસર તમામ કેન્દ્રીય યુનિવર્સિટીઓની પ્રવેશ પ્રક્રિયા તેમજ જેઇઇ મેન અને NEET 2020 સહિતની રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા પર પડશે.

મનીષ સિસોદિયાએ એચઆરડી પ્રધાનને પત્ર લખીને સીબીએસઈની પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી

દિલ્હીમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે મનીષ સિસોદિયાએ એચઆરડી પ્રધાનને એક પત્ર પણ લખ્યો હતો, જેમાં સીબીએસઈની પરીક્ષા રદ કરવાની માંગ કરવામાં આવી હતી.

પત્રમાં સિસોદિયાએ લખ્યું છે કે, "દિલ્હીના વિદ્યાર્થીઓને શાળાના આધારે છેલ્લા આંતરિક મૂલ્યાંકન પર ગ્રેડ આપી શકાય છે. સાથે એ તથ્યને પણ ધ્યાને લેવામાં આવે કે દિલ્હીમાં 242 કન્ટેન્ટ ઝોન છે. દિલ્હીમાં દરરોજ કોરોના વાયરસના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

દિલ્હીમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે અને 31 જુલાઈ સુધીમાં આશરે 5.30 લાખ કેસ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં જો વિદ્યાર્થી કે તેના પરિવારમાં કોઈ પોઝિટિવ આવે તો તેણે પરીક્ષા છોડી દેવી પડશે. જે વધુ સમસ્યાઓ પેદા કરશે. "

Next Story