300 શિક્ષકોમાંથી ગણીને માત્ર બે ટકા શિક્ષકો જ 80 ટકા કરતાં વધુ ગુણ મેળવી શકયા
છોટાઉદેપુર તાલુકામાં પ્રાથમિક શાળામાં 300 જેટલા શિક્ષકો કાર્યરત છે. હાલ તેમાંથી ૩૦ ટકા જેટલા શિક્ષકો પોતાના વિષયની પરીક્ષામાં નાપાસ થતા શિક્ષણક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર તાલુકામાં જિલ્લા શિક્ષણ સિમિતિ હસ્તકની પ્રાથમિક શાળા આવેલી છે. છોટાઉદેપુર તાલુકાના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ૩૦૦ શિક્ષકોની જે વિષય પોતે વિદ્યાર્થીઓને ભણાવે છે તે વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. તાલુકાની પ્રાથમિક શાળાઓમાં 300 જેટલા શિક્ષકોમાંથી માતર 70 ટકા જેટલા શિક્ષકો પાસ થયા હતાં. પરીક્ષામાં 30 ટકા શિક્ષકો નાપાસ થયા હતાં. પાસ થયેલા શિક્ષકોમાંથી માત્ર બે ટકા જેટલા શિક્ષકો જ પરીક્ષામાં 80 ટકાથી વધારે ગુણ મેળવી શકયા હતાં.
સરકાર દ્વારા દર વર્ષે પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ ગુણોત્સવનો કાર્યક્રમ કરી લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા સરકારી નોકરી કરતા શિક્ષકો જ જો વિદ્યાર્થીઓને બરાબર શિક્ષણ ન આપી શકે તો આવનાર સમયમાં શિક્ષણ પર શું અસર થશે. તે આવા 30 ટકા નાપાસ થયેલા શિક્ષકો પરથી જાણી શકાય છે. ૩૦ ટકાથી વધુ શિક્ષકો ૫૦ માર્કસના પ્રશ્નપત્રમાં ૨૫ ગુણ પણ મેળવી શક્યા નથી. જો શિક્ષકો પોતે ભણાવતા વિષયોમાં જ પાસ ન થઈ શકતા હોય તો વિદ્યાર્થીઓને તેઓ કેવું શિક્ષણ આપતા હશે તેવો પ્રશ્ન ઉભો થાય છે. જિલ્લા શિક્ષણાધિકારીના જણાવ્યા મુજબ છ અને છ તાલુકામાં શિક્ષકોની ઓચિંતી પરીક્ષા લેવાશે. તાલુકામાં પ્રથામિક શિક્ષણ નબળુ છે અને તેને સુધારવાના પ્રયાસો હાથ ધર્યા છે.