Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : ખાનગી હોસ્પિટલો દ્વારા જાહેરમાં ઠલવાતો મેડિકલ વેસ્ટ, લોકોના આરોગ્ય સામે ખતરો

છોટાઉદેપુર : ખાનગી હોસ્પિટલો દ્વારા જાહેરમાં ઠલવાતો મેડિકલ વેસ્ટ, લોકોના આરોગ્ય સામે ખતરો
X

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, ઢોકલીયા, અલીપુરા વિસ્તારમાં

આવેલી કેટલીક ખાનગી હોસ્પિટલ દ્વારા મેડિકલ વેસ્ટ ઓરસંગ નદીના કિનારા પાસે આવેલી

એ.પી.એમ.સી નજીક ઠાલવવામાં આવતા લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે.

ખાનગી હોસ્પિટલના મેડિકલ વેસ્ટ જે રીતે નાખવામાં આવી રહ્યો છે તે જોતા લોકોના સ્વાસ્થ્ય તો જોખમાય જ છે સાથે કચરો આરોગતા પશુ માટે પણ જોખમ ઉભું થયું છે. અસંખ્ય ગાયોનો પણ અહીં જમાવડો જોવા મળે છે જે આ મેડિકલ વેસ્ટને ખાઈ રહી છે. આ બાબતની જાણકારી ગામના કેટલાક લોકોને મળતા સ્થળ પર નિરીક્ષણ કર્યું હતુ. સ્થળ પર પહોંચતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જેને લઈ આરોગ્ય વિભાગ પર ગ્રામજનોએ રોષ ઠાલવતા જણાવ્યું કે જલ્દીથી આરોગ્ય વિભાગ કોઈ એક્શન નહિ લે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરાશે.

મેડિકલ વેસ્ટ માટે તંત્ર દ્રારા એક સિસ્ટમ બનાવવામાં આવી છે તેમ છતાં ખાનગી હોસ્પિટલના સંચાલકો કેમ લોકોના આરોગ્ય બાબતે ગંભીરતા નથી દાખવતા? કચરો લેવા આવતા કર્મચારી આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું તેઓનું કહેવુ છે કે તેઓ હોસ્પિટલમાં કચરો લેવા જાય છે પણ જે ડોલ હોઈ છે તેમા મેડિકલ વેસ્ટ નાખી દેતા હશે તેની જાણકારી તેઓને નથી.

આ બાબતે જયારે આરોગ્ય અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમને જણાવ્યું કે આ એક ગંભીર બાબત છે. આ બાબતે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવશે અને જો કસુરવાર જણાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગામની બહાર નાખવામાં આવતા મેડીકલ વેસ્ટને લઇ હવે ગ્રામજનો હોસ્પિટલોના સંચાલકો સામે આરોગ્ય વિભાગ કડકમાં કડક પગલાં ભરે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે તંત્ર કયારે હરકતમાં આવે છે તે જોવુ રહ્યું.

Next Story