Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : કવાંટ ખાતે ગેરના પરંપરાગત મેળાની જામી રંગત, માનવ મહેરામણ ઉમટ્યું

છોટાઉદેપુર : કવાંટ ખાતે ગેરના પરંપરાગત મેળાની જામી રંગત, માનવ મહેરામણ ઉમટ્યું
X

સમગ્ર વિશ્વમાં છોટાઉદેપુર જિલ્લાના કવાંટ

તાલુકામાં હોળી પર્વે યોજાતા વિવિધ આદિવાસી સમાજના હોળીના મેળાઓમાં કવાટનો ગેરનો

મેળો વિશ્વ પ્રસિદ્ધ છે. જેમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ ,પહેરવેશ, વાજિંત્રો , અને તેઓના આદિવાસી

નૃત્યને નિહાળવા ભારત દેશની આદિવાસી પ્રજા સહિત હોલેન્ડ અને ઈટલીથી પણ વિદેશી પર્યટકો ઉમટી પડયા હતા.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આજે આદિજાતિ

સંસ્કૃતિના અણમોલ વારસા સમો અને વિદેશોમાં ખ્યાતનામ ગેરનો આદિજાતિ હોળી મેળો ભરાયો

છે જેમાં હજારોની સંખ્યામાં જન મેદની ઉમટી પડી છે. મેળાના પ્રારંભમાં આદિજાતિ લોક

નૃત્ય મંડળીઓ દ્વારા જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાનું આદિજાતિ પરંપરા પ્રમાણે

સન્માન કરવામાં આવ્યું.

જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે આદિજાતિ પૂર્વ પટ્ટીની લોક સંસ્કૃતિ એ ઉજ્જવળ વારસો છે. હોળીનો આ મેળો વારસાને સતત તાજો રાખી આગળ ધપાવવાનું કામ કરે છે. વર્તમાન સમયની માંગ પ્રમાણે શિક્ષણ અને આધુનિકીકરણ અપનાવવાની સાથે લોક સંસ્કૃતિનો વારસો જાળવી રાખવા માટે એમણે સહુને અભિનંદન પાઠવ્યા હતા.

Next Story