Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : રાઠવા સમાજના બંધના એલાનને તમામ તાલુકામાં સજજડ પ્રતિસાદ

છોટાઉદેપુર : રાઠવા સમાજના બંધના એલાનને તમામ તાલુકામાં સજજડ પ્રતિસાદ
X

રાજયમાં આદિવાસી સમાજ અન્ય જ્ઞાતિઓને આદિવાસી સમાજનો દરજજો આપવાના વિરોધમાં

આંદોલન ચલાવી રહયો છે તેવામાં હવે રાઠવા સમાજે પણ પોતાની ઓળખ માટે આંદોલનનો માર્ગ

અપનાવ્યો છે. શુક્રવારના રોજ આપવામાં આવેલાં છોટાઉદેપુર બંધના એલાનને સજજડ

પ્રતિસાદ સાંપડયો હતો.

છોટાઉદેપુર જિલ્લામાં રાઠવા સમાજે આપેલાં બંધના એલાનના પગલે જિલ્લાના તમામ

છ તાલુકાઓમાં લોકોએ સજજડ બંધ પાળ્યો હતો. રાઠવા સમાજ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા

માટે સરકાર પાસે આદિજાતિનો દાખલો આપવામાં આવે તેવી માંગ કરી રહયો છે પણ સરકાર ટસની

મસ થતી નથી. અગાઉ પણ આવેદનપત્રો આપી રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી નહિ થતાં

શુક્રવારના રોજ છોટાઉદેપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

હવે બંધની અસર પર નજર કરવામાં આવે તો બોડેલી, નસવાડી , સંખેડા કવાંટ , પાવીજેતપુર , છોટાઉદેપુરના

તમામ બજારો બંધ રહ્યાં હતાં. બજારો બંધ રાખી તમામ સમાજે બંધને ટેકો આપ્યો હતો. બોડેલી તથા પાવીજેતપુરમાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો જયારે કેટલાક સ્થળોએ

ટાયરો સળગાવવામાં આવ્યાં હતાં. બંધના કારણે એસટી ડેપો ખાતે સેંકડો મુસાફરો અટવાય

પડયાં હતાં.

રાઠવા સમાજની વ્યથા સાંભળવામાં આવે તો રાઠવા સમાજના આગેવાનોએ જણાવ્યું હતું

કે, તેઓ આદીવાસી હોવા છતાં તેમન જાતિના દાખલા

આપવામાં આવતા નથી , રાઠવાના પ્રમાણ પત્રમાં કોળી શબ્દ ઉમેરાયો છે.

ઉપરાંત રાઠવાના પાછળ હિન્દુ શબ્દ હોવાને લઈ તેમણે જાતિના દાખલા નહિ અપાતાં તેમને

સરકારી નોકરીઓમાં પણ અન્યાય થઇ રહયો છે.

Next Story