Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર લગ્ન પ્રસંગ પતાવી ઘરે પરત જઇ રહેલા બાસ્કા ગામના પરિવારને નડ્યો અકસ્માત:બેના મોત

છોટાઉદેપુર લગ્ન પ્રસંગ પતાવી ઘરે પરત જઇ રહેલા  બાસ્કા ગામના પરિવારને નડ્યો અકસ્માત:બેના મોત
X

અકસ્માતના બનેલા બનાવ અંગે જાણવા મળ્યા મુજબ પંચમહાલના બાસ્કા ગામના મકરાણી અને શેખ પરિવારના પરિવારજનો આજે છોટાઉદેપુર ખાતે સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોય લગ્નમાં ગયા હતા. મોડી સાંજે પરત બાસ્કા જવા નીકળ્યા હતા ત્યારે બોડેલી થી હાલોલ તરફ જતા નજીકના કકરોલીયા ગામ પાસે આ પરિવારજનોની ઓટોરિક્ષા ને એક આર્ટિગા કાર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં કાંઈ પરિવારના ઝરીનાબેન મહંમદ અલી મકરાણીને અતિ ગંભીર ઇજાઓ થતા સ્થળ પર જ કરૂણ મોત નીપજયું હતું જ્યારે તેઓની સાથેના અન્ય 8 વ્યક્તિઓને 108 દ્વારા તાત્કાલિક સારવાર માટે બોડેલી સ્થિત બોડેલી ઢોકલીયા પબલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેઓનાં દિકરા દાનિશઅલી મહેમુદ અલી મકરાણી -૧૫ વષૅ નું પણ કરૂણ મોત નિપજયુ હતુ.

આમ અકસ્માતમાં માતા અને પુત્ર નું નિપજતા બનાવાની જાણ થતાની સાથે હાલોલ બાસ્કા થી દોડી આવેલા તેમના સ્વજનો મા રોકકળ વ્યાપી ગઈ હતી વાતાવરણ ગમગીન બની ગયું હતું. બોડેલી ઢોકલીયા પબલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લવાયેલા ઇજાગ્રસ્તોમાં હોસ્પિટલ ના તબીબો તેમજ સ્ટાફ મિત્રોએ ખડે પગે રહી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડયા હતા.

અકસ્માતના બનેલા બનાવને લઇ ભોગ બનનાર પરિવારજનો ના વતન બાસ્કા જ્યાં લગ્નમાં ગયા હતા તે છોટાઉદેપુરથી મોટી સંખ્યામાં સગાસંબંધીઓ બોડલી દોડી આવ્યા હતા અને પરિસરમાં ભારે આક્રંદ ના દ્રશ્યો સર્જાતા સમગ્ર વાતાવરણ શોકમગ્ન બન્યું હતું.

Next Story