Connect Gujarat
Featured

છોટાઉદેપુર: ઓરસંગનદીનું પાણી પીતા પહેલા ચેતજો, જાણો શું છે કારણ

છોટાઉદેપુર: ઓરસંગનદીનું પાણી પીતા પહેલા ચેતજો, જાણો શું છે કારણ
X

છોટાઉદેપુર નગરની નજીકમાથી પસાર થતી ઓરસંગ નદીમાં નગર પાલિકા દ્રારા છોડાતા ગટરના પાણીના કારણે જળ પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નદીનું પાણી પ્રદુષિત બનતા પીવાના પાણીની ગુણવત્તા સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.

છોટાઉદેપુર નગરની નજીક માથી જિલ્લાની સૌથી મોટી ઓરસંગ નદી પસાર થઈ રહી છે જે નગરના લોકો માટે જીવાદોરી સમાન છે. નગર પાલિકા દ્રારા લોકો ને પીવાનું પાણી મળી રહે તે માટે નદીના પટમાં જ કૂવા બનાવવામાં આવ્યા છે જેના થકી 30 હજાર થી વધુ લોકો ને પીવાનું પાણી નગર પાલિકા દ્રારા પૂરું પાડવામાં આવે છે પરંતુ હવે લોકોમાં એક ડર જોવા મળી રહ્યો છે કે જે પીવાનું પાણી તેમના ઘર સુધી પહોચી રહયુ છે તે પ્રદુષિત તો નથી ને ?નગર સેવા સદન દ્વારા ગટરનું પ્રદુષિત પાણી નદીમાં જ છોડવામાં આવી રહ્યું છે ત્યારે નદીના પટમાં જ બનાવવામાં આવેલ કૂવામાં આ પાણી ભળી રહયું હોય એવી આશંકા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.

આ બાબતે નગર પાલિકાના ચીફ ઓફિસરને પૂછતા તેઓએ જણાવ્યુ હતું કે ખુલ્લી ગટરનું જે પાણી છે તેને ડિસ્પોઝ કરવામાં આવે છે તેમાં કેમિકલ નાખવામાં આવે છે અને ફિલ્ટર પણ કરવામાં આવે છે એટ્લે ચિંતાનો વિષય નથી.

છોટાઉદેપુરના લોકો માટે જીવાદોરી સમાન ઓરસંગ નદીને પ્રદુષિત થતી અટકાવવા માટે નગરના સત્તધીશોએ કાળજી લેવાની ખૂબ જરૂર વર્તાઇ રહી છે જો આ બાબતે બેદરકારી દાખવવામાં આવશે તો આવનારા સમયમા લોકોના સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર પડી શકે છે ત્યારે નદીને પ્રદુષિત થતી અટકાવવા પગલા ભરવામાં આવે એ જરૂરી છે.

Next Story