ભાજપના સુપડા સાફ કરવાની ચેલેન્જ કરનાર ધારાસભ્ય છોટુ વસાવાના પુત્રની હાર, ભાજપના મહિલા ઉમેદવાર 2000 મતે જીત્યા

0
ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર 2માં પણ કોંગ્રેસની પેનલનો વિજય.

નગરપાલિકામાં ભાજપના 1, જિલ્લા 1 અને તાલુકા પંચાયતના 1 ઉમેદવાર બિન હરિફ જાહેર થયેલા છે. ત્યારે મતગણતરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન મતગણતરી સ્થળ પર વીજળી ડુલ થતા કામગીરી અટકી પડી હતી. આમોદ વોર્ડ-1-3, જંબુસર વોર્ડ-1 અને અંકલેશ્વર ન. પાલિકામાં વોર્ડ નં-1 અને 3માં ભાજપની આખી પેનલનો વિજય થયો છે. જ્યારે ભરૂચમાં વોર્ડ-1 અને 2માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. જ્યારે અંકલેશ્વર નગરપાલિકા ભાજપે 36માંથી 19 સીટ પર વિજય મેળવ્યો છે. જ્યારે ભાજપના સુપડા સાફ કરવાની ચેલેન્જ કરનાર ધારાસભ્ય છોટુ વસાવાના પુત્રની હાર થઈ છે અને રાજપારડી જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર 2000 મતે જીત્યા છે.

ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જિલ્લા-9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાઓનું મતદાન પુરું થઇ ગયું છે. જેમાં જિલ્લા પંચાયતમાં 64.55 ટકા, 9 તાલુકાઓમાં 64.29 ટકા અને 4 નગરપાલિકાઓમાં 51.71 ટકા મતદાન થયું છે. જિલ્લાની 9 તાલુકા પંચાયતો પૈકી નેત્રંગ તાલુકા પંચાયતમાં સૌથી વધુ 76.16 ટકા જ્યારે ભરૂચ તાલુકા પંચાયતમાં સૌથી ઓછું 56.67 ટકા મતદાન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here