ભાજપે પોતાના ૪ દિવસનાં વિજય સંકલ્પ અભિયાનનાં અંતર્ગત ૧૨ લોકસભા સીટ પર વિજય સંકલ્પ સંમેલન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે સાબરકાંઠામાં સીએમ વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ સંમેલનનું આયોજન થયું. અહીં સીએમ વિજય રૂપાણીએ રાહુલ ગાંધીને આડે હાથે લીધા હતા.

સીએમ રૂપાણીએ કૉંગ્રેસની ગરીબ લક્ષી યોજના પર પ્રહાર કરતા કહ્યું કે, “ગરીબોની યોજના અમે લાવ્યા હતા. કૉંગ્રેસ ૭૨ હજાર આપવા નીકળી છે. આ ફક્ત જુઠા વચનો અને વૉટ માટે છે. જવાહરલાલ નહેરુએ આરામ હરામ હૈનું સૂત્ર આપ્યું હતુ, તો બેરોજગારી વધી. ઇન્દિરા ગાંધીએ ગરીબી હટાઓનું સૂત્ર આપ્યું હતુ, તો ગરીબો વધતા ગયા અને ધનવાનો વધારે ધનવાન બન્યા. રાજીવ ગાંધીએ ભ્રષ્ટાચાર દૂર કરીશ તેવી વાત કરી હતી, તો યુપીએનાં શાસનમાં ઘણાય કૌભાંડો થયા એટલે કૉંગ્રેસ જૂઠુ જ બોલે છે.”

સીએમ રૂપાણીએ વધુમાં કહ્યું કે, “રાહુલ ગાંધી ગરીબો માટે ૭૨ હજાર રૂપિયાની યોજના વિશે વાત કરે છે, પરંતુ નરેન્દ્ર મોદીએ અનેક યોજનાઓ ગરીબો માટે કરી છે. આયુષ્યમાન ભારત અંતર્ગત લોકોને બીમારીનાં સમયે પાંચ લાખ રૂપિયા આપશે. આવી અનેક યોજનાઓ છે.” ખેડૂતોની દેવા માફી વિશે તેમણે કહ્યું કે, “મારી સરકારે ૭ હજાર કરોડની ટેકાનાં ભાવે ખરીદી કરી. કૉંગ્રેસ ખેડૂતોને મૂર્ખ બનાવે છે.” તો સીએમ રૂપાણીએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ પર પણ આકરા પ્રહાર કર્યા હતા.

LEAVE A REPLY