Connect Gujarat
ગુજરાત

CM અને Dy.CMએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરીનું બારીકાઈથી કર્યું નિરક્ષણ

CM અને Dy.CMએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરીનું બારીકાઈથી કર્યું નિરક્ષણ
X

PM મોદીના હસ્તે સરદાર જયંતિએ થવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે સરદાર સરોવર બંધ નજીક સાધુ બેટ ખાતે આકાર પામી રહેલી સરદાર વલ્લભભાઈ પટેલ સરદારની વિશ્વની સૌથી વિરાટ અને ઊંચી પ્રતિમાની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે આ પ્રતિમા આગામી 31 ઓક્ટોબરે સરદાર પટેલ જ્યંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવાની સંપૂર્ણ તૈયારીઓ અંગે બેઠક પણ યોજી હતી.

આ બેઠકમાં જણાવામાં આવ્યું હતું કે, પ્રતિમાનું સ્ટીલ સ્ટરક્ચર કામ 20 સપ્ટેમ્બર સુધીમાં. બ્રોન્ઝનું કામ 10 ઓક્ટોબર સુધીમાં અને સંપુર્ણ ફિનિશિંગ 25 ઓક્ટોબર સુધીમાં પુરું કરવાની દિશામાં હાલ કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રતિમા સાથે જ સરદાર સાહેબના એક અખંડ ભારતના સંકલ્પને સાકાર કરતું શ્રેષ્ઠ ભારત ભવન નિર્માણ પામવાનું છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="62546,62547,62548,62549,62550,62551,62552,62553,62554"]

મુખ્યમંત્રીએ આ સમગ્ર પરિસર વ્લર્ડ ક્લાસ બનવાનું છે, તેની ભૂમિકા આપતા કહ્યુકે એ પરિસરમાં સફાઈ, સિક્યુરિટી, કાફેટેરિયા, ફૂડ કોર્ટ સહિતની સુવિધાઓ પણ એ જ સ્તરની વિક્સાવવામાં આવશે. 182 મીટર ઊંચાઈની આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં 1 લાખ 40 હજાર ઘન મીટર કોનક્રિટના જથ્થો વપરાશ કરવામાં આવશે.

આ સિવાય 18500 મેં.ટન સ્ટીલ 70 હજાર મેં.ટન સિમેન્ટ અને 2 હજાર મેં.ટન બ્રોન્ઝ વપરાશે. ઉલ્લેખનીય છે કે 22000 ચો.મીટર આ સ્ટેચ્યુનો સરફેસ વિસ્તાર છે. અંદાજે 2989 કરોડના ખર્ચે આ પ્રોજેકટ તૈયાર થશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આ પરિસરની સાથે-સાથે બોટિંગ, વેલી ઓફ ફ્લાવર અને પ્રવાસન સુવિધાઓ વિકસાવવા અંગેની બાબતોમાં પણ વિચાર વિમર્શ કર્યો હતો.

Next Story