Connect Gujarat
ગુજરાત

મોડાસાના કુંભારવાડા વિસ્તારમાં ગંદકી દૂર, કનેક્ટ ગુજરાતનાં અહેવાલ બાદ તંત્રની કાર્યવાહી

મોડાસાના કુંભારવાડા વિસ્તારમાં ગંદકી દૂર, કનેક્ટ ગુજરાતનાં અહેવાલ બાદ તંત્રની કાર્યવાહી
X

અરવલ્લી જિલ્લાના મોડાસામાં કનેક્ટ ગુજરાતના અહેવાલની અસર જોવા મળી. બે દિવસ પહેલા શહેરના કુંભારવાડા વિસ્તારમાં ગંદકીના સમાચાર બાદ સોમવારે પાલિકા દ્વારા સાફ-સફાઈ હાથ ધરી હતી.

અરવલ્લી જિલ્લાના મોડાસાના કુંભારવાડા વિસ્તારમાં કેટલાય સમયથી ગંદકીએ ઘર કર્યા હતા જો કે તંત્ર કોઇની વાત ન સાંભળતું હોવાથી સ્થાનિક લોકોએ કનેક્ટ ગુજરાત ને સંપર્ક કર્યો હતો અને કનેક્ટ ગુજરાતએ કુંભારવાડા વિસ્તારમાં થઇ રહેલી ગંદકીનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. કનેક્ટ ગુજરાતના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દોડતું થયું અને સોમવાર વહેલી સવારે તાબડતોબ સાફ-સફાઈ હાથ ધરી હતી. કનેક્ટર ગુજરાતમાં ગંદકીના દ્રશ્યો કેદ થયા બાદ તંત્રમાં હલચલ જોવા મળી અને પરોઢિયે સમગ્ર વિસ્તારમાં ગંદકી દૂર કરી હતી.

મીડિયાના અહેવાલ બાદ સાફ-સફાઈ થતાં સ્થાનિક લોકોએ કનેક્ટ ગુજરાતનો આભાર વ્યક્ત કર્યો હતો, આ સાથે જ લોકોની માંગ છે કે, ફરીથી આ વિસ્તારમાં કોઇ ગંદકી ન કરે તે માટે તંત્ર સુવિધા ઉભી કરે.

Next Story