ભરૂચ જિલ્લાના માતર ગામ નજીક દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં એક યુવાન ડ્રાઈવરે જીવ ગુમાવ્યો છે અને અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. રાજસ્થાનના અલવર જિલ્લાના 28 વર્ષીય વસીમ ખાન  કન્ટેનરના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. રસ્તા પર ઉભેલી ટ્રકના ટાયર સાફ કરતી વખતે સાઈડમાં ઉભા રહેલા વસીમ ખાનને અચાનક આવી ચઢેલી મારુતિ કારએ જોરદાર ટક્કર મારી જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું.
આ અકસ્માતમાં કારના ડ્રાઈવર સહિત એક અન્ય ટ્રક ડ્રાઈવર પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક સારવાર માટે વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને પરિવારજનોને જાણ કરવામાં આવી છે.