કોરોના વાયરસ : રાજ્યમાં આજે 1158 નવા કેસ નોધાયા, 1357 દર્દીઑ થયા સાજા

New Update
કોરોના વાયરસ :  રાજ્યમાં આજે 1158 નવા કેસ નોધાયા, 1357 દર્દીઑ થયા સાજા

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 1158 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે વધુ 10 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં આજે 1357 દર્દીઑએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,53,923 પર પહોંચી છે. અને કોરોનાથી કુલ મૃત્યુઆંક 3587 થયો છે.

રાજ્યમાં આજે 1158 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 169, અમદાવાદ કોર્પોરેશનમાં 163, વડોદરા કોર્પોરેશનમાં 84, સુરતમાં 79, જામનગર કોર્પોરેશનમાં 77, વડોદરામાં 41, રાજકોટ કોર્પોરેશનમાં 73, મહેસાણામાં 41, વડોદરામાં 40, રાજકોટમાં 36, પંચમહાલમાં 27, ભરૂચમાં 26, જામનગરમાં 23, મોરબી અને સાબરકાંઠામાં 22 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 10 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશમાં 3, મહીસાગરમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે કુલ 1375 દર્દીઑએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં આજે 50993 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં કુલ 51,14,677 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 15,209 એક્ટિવ કેસ છે, જ્યારે 1,35,127 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 82 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,127 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં સાજા થવાનો દર 87.79 ટકા થયો છે.

Latest Stories