/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/30200352/covid-19.jpg)
ગુજરાત રાજ્યમાં આજે કોરોના વાયરસના 1125 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. જ્યારે વધુ 7 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં આજે 1116 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,90,361 પર પહોંચી છે. અને રાજ્યમાં કૂલ મૃત્યુઆંક વધીને 3815એ પહોંચ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.45 ટકા છે.
રાજ્યમાં આજે 1125 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશન 218, સુરત કોર્પોરેશન 158, વડોદરા કોર્પોરેશન 96, મહેસાણા 60, રાજકોટ કોર્પોરેશન 55, બનાસકાંઠા 52, સુરેન્દ્રનગર 45, રાજકોટ 37, વડોદરા 37, ગાંધીનગર કોર્પોરેશન 36, પાટણ 34, મહીસાગર 25, કચ્છ 23, ગાંધીનગર 22, સુરત 22, દાહોદ 17, આણંદ 17, જામનગર કોર્પોરેશન 17, અમદાવાદ 16, ભરૂચ 16, પંચમહાલ 15, સાબરકાંઠા 14, ખેડા 12, મોરબી 12, અમરેલી 11, જુનાગઢ કોર્પોરેશન 11, જુનાગઢ 8, ગીર સોમનાથ 6, અરવલ્લી 5, ભાવનગર કોર્પોરેશન 5, જામનગર 5, છોટા ઉદેપુર 4, બોટાદ 3, દેવભૂમિ દ્વારકા 3, નર્મદા 3, ભાવનગર 2, નવસારી 2 કેસ સામે આવ્યા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં 7 દર્દીના મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 2, અમદાવાદ 1, સુરત 1 દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3815એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,74,088 નાગરીકો સાજા થઈ ગયા છે. 3815ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 12,458 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 74 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 12,384 સ્ટેબલ છે.