કોવિડ-19 : રાજ્યમાં આજે 960 નવા કેસ નોધાયા,1268 દર્દીઓ થયા સાજા

New Update
કોવિડ-19 : રાજ્યમાં આજે 2276 નવા કેસ નોંધાયા,1534 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે. બે મહિના બાદ એક હજારથી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોવિડ-19ના 960 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 7 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,36,259 પર પહોંચી છે. સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4241 થયો છે.

રાજ્યમાં હાલ 11625 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,20,393 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 66 દર્દી વેન્ટીલેટર પર છે અને 11559 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 7 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3 દર્દીના મોત થયા છે.

રાજ્યમાં આજે 960 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 204, સુરત કોર્પોરેશનમાં 124, વડોદરા કોર્પોરેશનમાં 102, રાજકોટ કોર્પોરેશનમાં 96, વડોદરા 33, કચ્છ 31, બનાસકાંઠા 26, રાજકોટ 26, સુરત 26, પંચમહાલ 24, ગાંધીનગર 22, મહેસાણા 21, ગાંધીનગર કોર્પોરેશન 18, દાહોદ 17 અને ખેડા 16કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે કુલ 1268 દર્દી સાજા થયા હતા અને 54,612 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 91,08,393 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.28 ટકા છે.

Latest Stories