Connect Gujarat
દેશ

COVID-19: હેલ્થ વર્કર્સની મદદ માટે આગળ આવી પ્રિયંકા ચોપરા, 20,000 જોડી જૂતા કરશે ડોનેટ

COVID-19: હેલ્થ વર્કર્સની મદદ માટે આગળ આવી પ્રિયંકા ચોપરા, 20,000 જોડી જૂતા કરશે ડોનેટ
X

દેશ અને દુનિયા હાલમાં કોરોના વાયરસને કારણે ખૂબ જ મુશ્કેલીના સમયમાંથી પસાર

થઈ રહ્યા છે. એવામાં સેલેબ્સ પોત પોતાની રીતે આ મુશ્કેલ સમયમાં જરૂરિયાતમંદ લોકોને

મદદ કરી રહ્યા છે. હાલમાં જ ડોનેશન આપ્યા બાદ પ્રિયંકા ચોપરાએ જાહેરાત કરી છે કે

તે 20,000 જોડી જૂતા દાનમાં આપશે.

પ્રિયંકા ચોપરા ભારતમાં કોવિડ-19 સામે લડી રહેલ હેલ્થ વર્કર્શને 10,000 જોડી જૂતા દાનમાં આપશે. ઉપરાંત તે 10,000 જોડી જૂતા લોસ એન્જલેસમાં પણ ડોનેટ કરશે. પ્રિયંકાએ ક્રોક્સની સાથે મળીને કેરળ, મહારાષ્ટ્ર, હરિયાણા અને કર્ણાટકમાં સાર્વજનિક અને સરકારી હોસ્પિટલને જૂતા આપશે.

https://www.instagram.com/p/B_Qe0x3Dl6q/?utm_source=ig_web_copy_link

ગ્લોબલ યૂનિસેફની રાજદૂત પ્રિયંકાએ કહ્યું કે, દેશભરમાં કોવિડ-19

વિરૂદ્ધ કામ કી રહેલ હેલ્થકેયર પ્રોફેશનલ આપણા સાચા સુપરહીરો છે. આપણી સુરક્ષા

સુનિશ્ચિત કરવા માટે તે દરરોજ કામ કરી રહ્યા છે અને આપણા માટે લડી રહ્યા છે.

તેણે કહ્યું કે, હેલ્થ વર્કર્સના સાહસ, પ્રતિબદ્ધતા અને

બલિદાનથી આ વૈશ્વિક મહામારીમાં અસંખ્ય જીવન બચી રહ્યા છે. જ્યારે આપણે કલ્પના પણ ન

કરી શકીએ કે તેમની સ્થિતિ હાલમાં શું હશે. આ દરમિયાન આપણે આવી સ્થિતિમાં જે થાય એ

મદદ કરી શકીએ છીએ. તેમના કામની પ્રકૃતિ એવી છે કે તેમના માટે પોતાના કપડા અને જૂતા

સાફ રાખવાનું એટલું સરળ નથી.

પ્રિયંકાએ કહ્યું કે, મને ખુશી છે કે આવું મહાન કામ કરનારા લોકો માટે કંઈક કરી

શકીએ. આશા છે કે, આ એ વાયરસ વિરૂદ્ધ લડાઈમાં આ સારસંભાળ

કરનારાઓની મદદ કરશે. તેણે અમેરિકામાં હેલ્થકેર શ્રમિકો માટે પણ 10,000 જોડી જૂતા દાન કરવાની જાહેરાત

કરી છે.

Next Story