ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે હકિકત મળી હતી કે વર્ષ ૨૦૨૨માં નબીપુર પોલીસ સ્ટેશન ફ્રોડના ગુનામાં નાસતો ફરતો આરોપી પરાગભાઈ ગીરધરભાઈ ગણાત્રા વાપીમાં જોવા મળ્યો છે. જેથી એલ.સી.બી. ટીમ તાત્કાલિક વાપી ખાતે નાસતા ફરતા આરોપીની તપાસમાં મોકલવામાં આવેલ અને તપાસમાં ગયેલ ટીમ દ્વારા વાપીના ભીલાડ ખાતે વોચ કરી, ખાનગી રાહે સ્થાનિક બાતમીદારોથી સચોટ માહિતી એકત્રિત કરી, છેલ્લા ચાર વર્ષથી જમીન ફોડના ગુનાઓમાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આરોપી ભરૂચ, સુરત શહેર તથા અમદાવાદ શહેરમાં જમીન પચાવી પાડવાના ગુનાઓમાં છેલ્લા સાત વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
ભરૂચ-સુરત અને અમદાવાદમાં જમીન પચાવી પાડવાના ગુનામાં 7 વર્ષથી ફરાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
ચાર વર્ષથી જમીન ફોડના ગુનાઓમાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા પરાગભાઈ ગીરધરભાઈ ગણાત્રાને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી ભરૂચ | ગુજરાત | સમાચાર
