ભરૂચ: વાગરાના અંભેલ ગામે કાંસમાં મગર નજરે પડતા ફફડાટ, વન વિભાગે પાંજરૂ ગોઠવ્યું
અંભેલ ગામમાં પાણીના નિકાલની કાંસમાં મગરે દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાવની જાણ વન વિભાગને કરવામાં આવતા પાંજરું ગોઠવવામાં આવ્યું ભરૂચ | ગુજરાત |
ભરૂચના વાગરા તાલુકાના અંભેલ ગામમાં પાણીના નિકાલની કાંસમાં મગરે દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાવની જાણ વન વિભાગને કરવામાં આવતા મગરને ઝડપી પાડવા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.
ભરૂચના વાગરા તાલુકાના અંભેલ ગામમાં પાણીના નિકાલની જીઆઈડીસીની કાંસ આવેલી છે. જે કાંસમાંથી પાણીના નિકાલ માટે ગ્રામજનોએ વારંવાર જીઆઈડીસીમાં રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા આ કાંસમાં આખરે મહાકાય મગર આવી ચઢતા છેલ્લા કેટલાક દિવસોથી ગ્રામજનોને દેખાદેતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
પાણીમાં મહાકાય મગર દેખા દેતા ગ્રામજનો અને સરપંચ અનિતાબેન પ્રતાપસિંહ યાદવ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા મગરને પાંજરે પુરવા માટે વન વિભાગે પાંજરું ગોઠવ્યું છે તેમ છતાં મગર પાંજરે નહીં પુરાતા હાલ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
