Connect Gujarat
ગુજરાત

દહેજ: અજંટા ફાર્મા સામે છુટા કરાયેલ કાયમી કામદારોએ કર્યા ધરણાં, સુત્રોચ્ચાર કરી કરી ન્યાયની માંગ

દહેજ: અજંટા ફાર્મા સામે છુટા કરાયેલ કાયમી કામદારોએ કર્યા ધરણાં, સુત્રોચ્ચાર કરી કરી ન્યાયની માંગ
X

દહેજ સેઝમાં આવેલ અજંતા ફાર્મા કંપની સામે આજરોજ કાયમી નોકરી કરતા ૩ કામદારો ને ૧૧ ડિસેમ્બરના રોજ કોઈ પણ જાતના કારણ વગર છુટા કરતા કંપની બહાર મોટી સંખ્યામાં કામદારોએ ન્યાય માટે કંપની સામે સુત્રોચાર કરી પોતાની ન્યાયની માંગણી કરી હતી.

આ કામદારો સામે કોઈ પણ જાતની ફરિયાદ નોકરી દરમ્યાન થઇ નથી કે કોઈ નોટિસ બજેલ નથી,છતાં છુટા કરવાનું શું કારણ ? કોઈ પણ જાતના કારણ વગર છુટા કરાયેલા કાયમી કામદારો છુટા કરતા તેમની પગ નીચે થી જમીન સરકી ગઈ હતી અને કપરી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. અગાઉ કલેકટરને પણ આ બાબતે આવેદન કરવામાં આવ્યું હતું.પણ તેનું નિરાકરણ ના આવતા કંપની સામે ન્યાય માટે અવાજ ઉઠાવ્યો હતો.

આવી જો હુકમી કરતી કંપનીઓને સામે રાજ્યપાલને સંબોધીને આવેદન આપી તેમની સામે RTI થકી માહિતી પણ માંગવામાં આવશે. દહેજ સેઝમાં આવેલ કિસાનોએ પોતાની મહામૂલી જમીન કંપનીઓને આપી એ જ કિસાનોના છોકરાઓને કંપની છુટા કરે તે કંપનીની જો હુકમી દર્શાવે છે. લેન્ડ લૂઝર્સ તથા ગુજરાત સરકારના ૮૦ % સ્થાનિક માણસોને નોકરી આપવાના નિયમનો પણ કંપનીઓએ લીરેલીરા ઉડાવ્યાં છે.

ભરૂચની જિલ્લા પ્રશાસન પણ આ બાબતે યોગ્ય દિશામાં પગલાં ભરે તેવી સ્થિતિમાં લાગતું નથી. આમ કામદારો જાય તો ક્યાં જાય ? એ એક પ્રશ્ન છે.આ બાબતની જાણ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના હોદ્દેદારોને થતા તાબડતોડ દહેજ અજંતા કંપની બહાર બેઠેલા કામદારોની મુલાકાત લીધી હતી અને કામદારોને ન્યાય મળે તે બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી ઘટતું કરવા તથા ફરીથી કામદારોને કંપની ફરજ પર લે તેવી બાબતે ચર્ચા કરી નિરાકરણ આવશે તેવી સાંત્વના આપી હતી.

આ પ્રસંગે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદસિંહ રાણા ,મહામંત્રી હરીશ પરમાર, કિસાન વિકાસ સંઘના પ્રદેશ પ્રમુખ તથા ફેડરેસન ઓફ લેબરના પ્રમુખ અરૂણ સિંહ ચૌહાણ, કનકસિંહ, સમીરસિંહ, મનોજસિંહ પરમાર તથા મોટી સંખ્યામાં કંપનીના કામદારો હાજર રહ્યા હતા.

Next Story