દાહોદઃ મહિલા સશક્તિકરણ પખવાડીયાની શરૂઆત, યોજાયી રેલી

New Update
દાહોદઃ મહિલા સશક્તિકરણ પખવાડીયાની શરૂઆત, યોજાયી રેલી

જિલલા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરની ઉપસ્થિતીમાં મહિલા સુરક્ષા પખવાડિયાની શરૂઆત

રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દાહોદ પોલીસ અધિક્ષક હિતેશ જોયસરની અધ્યક્ષતામાં ટીમ દાહોદ દ્વારા જિલ્લામાં મહીલા સશક્તિકરણ પખવાડીયાની શરૂઆત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે શહેરનાં માર્ગો ઉપર રેલી યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલાઓ, બાળકો, બાલિકાઓ અને મહિલા પોલીસ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દાહોદની તાલુકા શાળામાં કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં તેમને યોજનાકીય જાણકારી બેટી બચાવો, બેટી પઢાવો, મહીલા સુરક્ષા દિવસ, મહીલા કલ્યાણ, મહીલા બાળપોષણ, મહિલા કાનૂની જાગૃતિ દિવસ અંગેનાં ક્રાયક્રમોથી વિગતે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ દિવસો દરમ્યાન પ્રોગ્રામ ઓફીસર સંકલીત બાળ વિકાસ યોજના જિલ્લા પંચાયત દ્વારા કામગીરી કરવાની રહેશે. જે કેવી રીતે કરવાની છે તે અંગે અને મહિલાઓમાં જાગૃતિ આવે તે બાબતે દાહોદ શહેરમાં રેલી યોજવામાં આવી હતી.

મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત આજરોજ તારીખ ૦૧-૦૮-૨૦૧૮ ના પ્રથમ દિવસે તાલુકા શાળા કુમાર શાળામાં સવારે ૧૦ કલાકે જિલલા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરની ઉપસ્થિતીમાં મહીલા સુરક્ષા દિવસની ઉજવણીનાં ભાગ રૂપે રેલી યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિત અને મહિલા સુરક્ષા સેતું તેમજ SPC દ્વારા કરાટેનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૧૮૧ અભયમ હેલ્પલાઇન અને જેન્ડર રીસોર્સ સેન્ટર દ્વારા મહિલાઓના હક્ક અને કાયદાઓ વિશેની જાણાકારી પુરી પાડવામાં આવી હતી. આ મહિલા સુરક્ષા દિવસ ઉજણી કાર્યક્રમમાં દાહોદ જિલ્લાની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

Latest Stories