Connect Gujarat
Featured

દાહોદ : આદિવાસી સમાજના લોકોએ ઢોલ-નગારા વગાડયાં, જુઓ કેમ છે ઉત્સાહ

દાહોદ : આદિવાસી સમાજના લોકોએ ઢોલ-નગારા વગાડયાં, જુઓ કેમ છે ઉત્સાહ
X

સાચા આદિવાસીઓની 9 માંગો સરકારે સ્વીકારતા દાહોદમાં આતીશબાજી સાથે આદિવાસી સમાજે ઉજવણી કરી છે.

સાચા આદિવાસી હક અને અધિકાર બચાવ સમિતિ દ્વારા સત્યાગ્રહ છાવણી મુકામે કેટલાક સમયથી રાજ્ય સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા હતાં. આંદોલન દરમિયાન સરકાર સાથે થઇ રહેલા વાટાઘાટોને અંતે સરકારે નમતું જોખીને આદિવાસી સમુદાય ના હિતની તમામ નવ માંગોને સ્વીકારી લઈને સમયમર્યાદામાં નિકાલ લાવવાની લેખિતમાં બાંહેધરી આપતા હાલ પૂરતો આંદોલન સમેટાયું છે. રાજય સરકારની ખાતરી બાદ આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં જિલ્લાઓમાં ઉજવણી કરવામાં આવી રહી છે. દાહોદ શહેરના સ્વામી વિવેકાનંદ ચોકમાં આદિવાસી સમુદાયના લોકોએ એકત્રિત થઈને ઢોલ નગારા સાથે વિજયોત્સવ ઉજવ્યો હતો.

Next Story