/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/29175710/maxresdefault-365.jpg)
ગરબાડા તાલુકાના દેવધા ગામની નજીક ખાન નદીના પુલ ઉપર રાત્રીના સમયે દારૂ ભરેલી બોલેરો પીકઅપએ પલ્ટી મારી હતી. જો કે બોલેરો ગાડીમાં દારૂ ભરેલી બોટલો હોવાથી ગાડીએ આગ પકડી લેતાં દોડધામ મચી ગઇ હતી.
વીઓ : દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના દેવધા ગામની નજીક આવેલા ખાન નદીના પુલ ઉપર રાત્રીના સમયે દારૂ ભરીને બોલેરો પીકઅપ ગાડીનો ચાલક પુરપાટ રીતે હંકારીને જઈ રહ્યો હતો. ખાન નદીના પુલ ઉપરથી ગાડીના ચાલકે સ્ટેરીંગ ઉપરથી સંતુલન ગુમાવી દેતા ગાડી રોડની બાજુમાં આવેલી લોખંડ ની રેલિંગ સાથે અથડાઈને રોડ ઉપર પલ્ટી મારી ગઈ હતી. અકસ્માતમાં બચી ગયેલો બોલેરો પીકઅપ ગાડીનો ચાલક ભાગી ગયો હતો. બોલેરો ગાડીમાં દેશી તથા વિદેશી દારૂ ભરેલો હોવાથી ગાડીએ અચાનક આગ પકડી લીધી હતી. દાહોદ ફાયરની ટીમે દોડી આવી આગ બુઝાવી ગાડીને રોડની સાઇડ પર કરતાં વાહન વ્યવહાર પુર્વવત થયો હતો. ગરબાડા પોલીસે બોલેરો પીકઅપ ગાડી ક્યાંથી દારૂ ભરીને લાવી અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.