ભરૂચ: વાલિયાના વટારીયા ગામ નજીક ચા નાસ્તાની 2 કેબિનમાં ચોરી, વાલિયા પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના વાલિયાના વટારીયા ગામની સુગર ફેકટરી સામે આવેલ ચા અને નાસ્તાની કેબીનોને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 12 હજાર અને સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

New Update
  • ભરૂચના વાલિયાના વટારીયા નજીકનો બનાવ

  • તસ્કરોએ ચોરીના ગુનાને આપ્યો અંજામ

  • ચા નાસ્તાની 2 કેબિનમાં ચોરી

  • રૂ.12 હજાર રોકડ અને સામાનની ચોરી

  • વાલિયા પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના વાલિયાના વટારીયા ગામની સુગર ફેકટરી સામે આવેલ ચા અને નાસ્તાની કેબીનોને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 12 હજાર અને સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચના વાલિયાના વટારીયા ગામમાં રહેતા જગદીશ વસાવા સુગર ફેકટરી સામે ચા નાસ્તાની કેબિન ચલાવી  પરિવારનું ગુજરાન ચલાવે છે.જેઓની કેબિનને ગતરોજ મોડી રાતે તસ્કરોએ નિશાન બનાવ્યો હતો અને ગલ્લામાં રહેલ બચતના રોકડા 12 હજારથી વધુની રકમ તેમજ અન્ય સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જ્યારે તેઓના ભાઈની અન્ય કેબિનને પણ તસ્કરોએ નિશાન બનાવી હતી.ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલાં દુકાનદારની ટ્રકની તેમજ આ ગલ્લામાંથી ગેસના સિલિન્ડર સહિતના સામાનની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવી તેવી માંગ કરવામાં આવી છે
Latest Stories