Connect Gujarat
Featured

દાહોદ : રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સમગ્ર શહેરને રોશનીથી સજાવાયું, આપ પણ જુઓ વિડિયો

દાહોદ : રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સમગ્ર શહેરને રોશનીથી સજાવાયું, આપ પણ જુઓ વિડિયો
X

દાહોદ જિલ્લામાં 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ અપાઈ ચુક્યો છે, ત્યારે વર્ષો બાદ દાહોદ જિલ્લાને રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિવસ ઉજવવાની તક મળતા શહેરને રોશનીથી સજાવવામાં આવ્યું છે, ત્યારે આ અવસરે દાહોદવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર દાહોદ શહેરને રોશનીથી સજાવવામાં આવ્યું છે. શહેરના રેલ્વે સ્ટેશન રોડને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે. દાહોદ જિલ્લા સેવાસદન કચેરી, જિલ્લા પંચાયત કચેરી, નગરપાલિકા કચેરી, ન્યાય મંદિર તથા તમામ પોલીસ મથકો સહિતની અનેક સરકારી ઇમારતો પર રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે. તો સાથે જ દાહોદ શહેરના મધ્યમાં આવેલ તમામ સર્કલોને પણ રોશનીથી શણગારવામાં આવ્યા છે. જોકે શહેરીજનો પોતાના મોબાઈલ કેમેરામાં આ અદભૂત નજારો કેદ કરતા પણ જોવા મળ્યા હતા, ત્યારે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને દાહોદવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Next Story