/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/DSC_7489.jpg)
લોક અદાલતમાં ત્રણેય પક્ષો એક મંચ પર સામ સામે મળતા કેસોનો સમાધાન સાથે ઝડપથી નિકાલ
દાહોદ જિલ્લામાં કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજરોજ જિલ્લા ન્યાય સંકુલ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન ડી.ટી.સોનીના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી.
આ સાથે જ જિલ્લનાં તાલુકા મથકોએ પણ લોક અદાલતો યોજાયી હતી. જેમાં દેવગઢબારીયા, લીમખેડા, ઝાલોદ, ગરબાડા, ધાનપુર, ફતેપુરા અને સંજેલી કોર્ટોમાં નેશનલ લોક અદાલતો શુભારંભ કરવામાં આવ્યો હતો. દાહોદ નેશનલ લોક અદાલતને ખુલ્લી મુકતા જિલ્લા અદાલતના ચેરમેન અને પ્રિન્સીપાલ ડ્રિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ડી.ટી.સોનીએ જણાવ્યું હતું કે, લોક અદાલતમાં ત્રણેય પક્ષો એક મંચ પર સામ સામે મળતા હોવાથી કેસોનો સમાધાન સાથે ઝડપથી નિકાલ આવે છે. જે લોક અદાલતોનું જમા પાસુ છે. ખાસ કરીને લોક અદાલતોમાં મોટર વ્હીકલ એક્સીડન્ટનાં કેસો, નેગોશીએલ એક્ટ ૧૩૮ કેસો વધુ આવતા હોય છે. ત્યારે તેના સમાધાન માટે વિશે વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.
લોક અદાલતમાં પ્રિન્સીપાલ ફેમીલી જજ કે.આર.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, બહુધા આદિવાસી વસતી ધરાવતા દાહોદ જિલ્લામાં ફેમિલી કોર્ટને લગતા કેસો બહુ ઓછા આવે છે. આ સમાજની પંચમાં બન્ને પક્ષકારો બેસી પંચના નિર્ણય મુજબ સમાધાન થઇ જતા હોય છે. આવા કેસો કોર્ટ સુધી આવે છે. તે પણ ઝડપથી નિકાલ થઇ જાય છે. લોક અદાલતોમાં આવા કેસો સમજથી સુખદ નિવારણ લાવી શકાય તેમ જણાવતા ભરણ પોષણ, છુટા છેડા જેવા કૌટુંબિક કેસો વિશે વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.