Connect Gujarat
ગુજરાત

દાહોદ : પતંગ-દોરાનું વેચાણ કરતાં વેપારીઓ પર તવાઈ, ચાઇનીઝ દોરી સહિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત

દાહોદ : પતંગ-દોરાનું વેચાણ કરતાં વેપારીઓ પર તવાઈ, ચાઇનીઝ દોરી સહિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત
X

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં તેમજ ગાંગરડી ગામે વહીવટી તંત્ર દ્વારા પતંગ-દોરાની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ-દોરાનું બજાર ગ્રાહકોથી છલકાઇ જવા પામ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના વેચાણ તેમજ ખરીદી પર સદંતર પ્રતિબંધ ફરમાવ્યો છે. દાહોદ જિલ્લા મામલતદારની આગેવાની હેઠળ ગરબાડા મામલતદાર, નાયબ મામલતદાર તથા તલાટી સહિતની ટિમ દ્વારા ગરબાડા નગર તેમજ ગાંગરડી ગામે પતંગ-દોરાનું વેચાણ કરતાં વેપારીઓ પર તવાઈ બોલાવી હતી.

ગામના બજારની વિવિધ દુકાનોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં ૭૯ નંગ પ્રતિબંધિત ચાઇનીઝ દોરાની રિલ કિમત રૂપિયા ૧૩,૦૦૦/- અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ૨૩ કિલો જેટલો જથ્થો જપ્ત કરી વેપારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story