/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-49.jpg)
આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે દેવગઢબારિયા ખાતે ગુરુકુળ રિસર્ચ એજ્યુકેશન ટ્રસ્ટ દ્રારા મહિલા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ૫૦૦ ઉપરાંત વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આજે વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી ના ભાગરૂપે દેવગઢબારિયા ખાતે ગુરુકુળ રિસર્ચ એજ્યુકેશન ટ્રસ્ટ દ્રારા મહિલા જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું નગરપાલિકા હૉલ માં યોજાયેલ કાર્યક્ર્મ માં મુખ્ય મહેમાન તરીકે દેવગઢબારિયા ના રાજમાતા ઉર્વશિદેવી હાજર રહ્યા હતા સાથે જ ટ્રસ્ટીઓ સાહિત અગ્રણી મહિલાઓ પણ હજાર રહી હતી કાર્યકર્મ માં નગરપાલિકા વિસ્તારની શાળાઓની ૫૦૦ જેટલી વિધ્યાર્થિનીઓ ને બોલાવામાં આવી હતી.
ઉપસ્થિત ડોકટરો અને અગ્રણી મહિલાઓ દ્રારા બાલિકાઓને સમયાંતરે થતાં શારીરિક ફેરફારો ની સાથે પડતી મુશ્કેલીઓ સહિતની અન્ય તકલીફોમાં કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સાથે જ સેનેટરી પેડ નો કેવી રીતે ઉપયોગ કરવો તેના ફાયદાઓ વિષે સમજ આપી ૫૦૦ જેટલા સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું મુખ્યત્ત્વે ગામડાઓની બાલિકાઓ અને મહિલાઓ માં સ્વચ્છતા સહિતના વિવિધ મુદ્દાઓ વિષે જાગૃતિ આવે અને પોતાની કાળજી કેવી રીતે લઈ શકે તેની જાણકારી માટે આ કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું હતું.