Connect Gujarat
Featured

દાહોદ: શ્રમિક પરિવારમાં જોડિયા બાળકોની અધૂરા માસે પ્રસૂતી, તબીબ આવ્યા દેવદૂત બનીને, જુઓ માનવતાની મહેક

દાહોદ: શ્રમિક પરિવારમાં જોડિયા બાળકોની અધૂરા માસે પ્રસૂતી, તબીબ આવ્યા દેવદૂત બનીને, જુઓ માનવતાની મહેક
X

દાહોદના શ્રમિક પરિવારમાં અધૂરા માસે જન્મેલા જોડિયા બાળકોને વિના મૂલ્યે 51 દિવસની સઘન સારવાર બાદ જીવનદાન મળ્યું છે. ખાનગી હોસ્પિટલના તબીબે માનવતાની મહેક પ્રસરાવી આ સેવાકાર્ય કર્યું હતું.

દાહોદ તાલુકાનાં દશલાના શ્રમિક પરિવારની આરતિબેન નિકેશભાઈ સંગાડાએ 25 નવેમ્બરે અધૂરા માસે દાહોદની ખાનગી હોસ્પિટલમાં જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો બંને બાળકોનું વજન 1 કિલો અને બીજા બાળકનું માત્ર 950 ગ્રામ વજન હતું અત્યંત નાજુક હાલતમાં બંને બાળકોને દાહોદની લબાના ચિલ્ડ્રન હોસ્પિટલમાં NICU માં રાખવામા આવ્યા હતા જ્યાં 51 દિવસની સઘન સારવાર બાદ બાળકો 1.500 કી.ગ્રા વજન સાથે તંદુરસ્ત જણાતા હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

સરકાર દ્રારા ચાલતી બાળ સખા યોજના અંતર્ગત આ ગરીબ પરિવારને સહાય કરવામાં આવી હતી પરંતુ આ યોજના અંતર્ગત દર્દી દીઠ માત્ર 49000 ની મર્યાદા માંજ સહાય મળતી હોય છે જ્યારે 51 દીવસની સારવારનું ખાનગી હોસ્પિટલનું બિલ બે લાખ થી વધારે થાય છે ત્યારે લબાના હોસ્પિટલના ડો. રાકેશ લબાનાએ પરિવારની પરિસ્થિતિ સમજી માનવતા દાખવી બંને બાળકોની સારવારનો એક પણ રૂપિયો લીધા વગર સારવાર કરતાં પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી હતી.

Next Story