હાથી બન્યો ગાંડો : ડાકોર જગન્નાથ યાત્રામાં મચી દોડધામ

New Update
હાથી બન્યો ગાંડો : ડાકોર જગન્નાથ યાત્રામાં મચી દોડધામ

ડાકોર ની 247 મી રથયાત્રામાં આવેલ હાથીએ માનસિક સંતુલન ગુમાવી મહાવત ઉપર કર્યો હુમલો. આ સમયે હાથી પર સવાર હતા ગોપાલલાલજી. હાથીએ માનસિક સંતુલન ગુમાવતા આમતેમ ફરવા લાગતા ભક્તો વૈષ્ણવોમાં દોડભાગ મચી. હાથી ઉપર સવાર ગોપાલાલજી મહારાજને લઈ ભક્તોના જીવ પડીકે બંધાયા. જોકે હાથી ઉપર સવાર ભગવાનનો આબાદ બચાવ થયા ભક્તોમાં હર્ષની હેલી. જોકે મહાવતે હાથી ઉપર કાબુ મેળવી પરિસ્થિતિ થાળે પાડી.

Latest Stories