Connect Gujarat
ગુજરાત

કંળબ ડુંગર ડાંગ વાંસદાનાં સંયુક્ત ઉપક્રમે યોજાયું ભગત સંમેલન

કંળબ ડુંગર ડાંગ વાંસદાનાં સંયુક્ત ઉપક્રમે યોજાયું ભગત સંમેલન
X

ડાંગ જિલ્લાનાં રમણીય ડુંગર કંળબ ડુંગર ડાંગ વાંસદાનાં સંયુક્ત ઉપક્રમે ભગત સંમેલન યોજાયુ હતું.

ધર્મ જાગરણ સમન્વય ગુજરાત દંડકારણ્ય પરીયોજના અંતર્ગત પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ 500 જેટલા ભગત-ભગતાણીઓનાં ઉપસ્થિતમાં ડાંગમાં આવેલ સૌથી ઊંચો પર્વત કંળબ ડુંગર ઉપર કંળબ કિલ્લાનાં હનુમાનજીનાં સાનિધ્યમાં ભગત સંમેલન યોજાયું હતું.

જેમાં ધર્મજાગરણનાં પ્રાંત અધિકારી સત્યમ રાવ,અશ્વિનભાઈ ચીખલીયા, પૂ.જશોદાદીદી કથાકાર, મૂળેશભાઈ જોગીયા, રવિભાઈ,રાજેશભાઈ ગાંધી, નરોતમભાઈ પટેલ, જયરામભાઈ ભુવા જેઓએ ઉપસ્થિત ભગતોને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

આ પ્રસંગે જાનકી કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ તથા ભારતમાતા કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓએ સાંસ્ક્રુતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત ભગતોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સંમેલનની અંદર હિંદુ ધર્મનો વારસો,સંસ્કૃતિ તેમજ પરંપરાની જાળવણી માટે હાંકલ કરાઈ હતી. આ પ્રસંગે હિંદુ આદિવાસી સમાજમાં વટાળપ્રવૃત્તિ બંધ થાય તેવી પણ હાંકલ કરાઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાયકુભાઈ પવાર તેમજ ચંદરભાઈ સહિતનાં અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

Next Story
Share it