Connect Gujarat
ગુજરાત

ડાંગ: સુબિર તાલુકા પંચાયતની બે બેઠકોની પેટા ચુંટણીઓમાં ભાજપનાં ઉમેદવારો વિજયી

ડાંગ: સુબિર તાલુકા પંચાયતની બે બેઠકોની પેટા ચુંટણીઓમાં ભાજપનાં ઉમેદવારો વિજયી
X

ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકા પંચાયતની બે બેઠકોની

પેટા ચુંટણીઓનાં પરિણામોમાં ભાજપનાં ઉમેદવારોનો ઝળહળતો વિજય થતા ભાજપાની છાવણીમાં

ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી,જ્યારે

કોંગ્રેસ અને અન્ય ઉમેદવારોની કારમી હાર થતા ડાંગ કૉંગ્રેસમાં ગમનો માહોલ છવાઈ જવા

પામ્યો હતો.

ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકામાં બીજી ઈનિંગમાં મહિલા

પ્રમુખ બનવા માટે ભાજપી યશોદાબેને બળવો કરીને કોંગ્રેસનો ટેકો મેળવી પ્રમુખ પદ

હાંસલ કર્યુ હતું.જે હાલમાં કાનૂની ગૂંચવણમાં છે,અહીં ડાંગની આદિવાસી પ્રજાની વાત કરીએ તો ખ્રિસ્તીમતદારો માત્ર કોંગ્રેસ

તરફેણમાં જ મતદાન કરે છે, આ માન્યતા સુબિર તાલુકા ભાજપનાં આગેવાન

રાજેશ ગામીતની ખોટી પાડી છે,જેના કારણે કોંગ્રેસનાં

સૂપડા સાફ થઇ ગયા છે,ડાંગ જિલ્લાનાં કડમાળ બેઠક ઉપર ભાજપનાં

ઉમેદવાર છોટુભાઈ પુન્યાભાઈ કાગડેને 911 મત મળ્યા હતા,

જ્યારે કોંગ્રેસનાં ઉમેદવાર શિવાભાઈ ગાર્ગુડેને 374 મત મળ્યા હતા, જ્યારે અપક્ષનાં

ઉમેદવાર રતિલાલ સોનુભાઈ કાગડેને 82 મત મળ્યા હતા,જ્યારે નોટાને 23 મત મળ્યા હતા,આમ કુલ 1390 મતોનું મતદાન થયુ હતુ,જેમાં મહાલ બેઠક ઉપર

ભાજપનાં ઉમેદવાર રાજુભાઈ કાશીરામ પવારને 725 મત મળ્યા હતા,જેમાં કોંગ્રેસનાં

ઉમેદવાર વસંત ભાણાભાઈ વળવીને માત્ર 167 મત મળ્યા હતા,અને અપક્ષ ઉમેદવાર છગનભાઈને 354 મત મળ્યા હતા,અને નોટાને 10 મત મળ્યા હતા,અેમ કુલ 1256 નું મતદાન થયુ છે,અહી અપક્ષ ઉમેદવારને

કોંગ્રેસથી વધારેને કોંગ્રેસથી વધુ મતો મળેલા છે,આમ પણ હમણા

થોડા સમય પહેલા યોજાયેલી મહાલ ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં ભાજપ તરફેણ

ઉમેદવારનો વિજય થયેલ હતો.

જેના કારણે અહી કોંગ્રેસની આંતરિક જૂથબંધી નજરે પડે

છે,અહી અેક અે પણ બાબત ધ્યાનમાં લેવી

જોઈએ કે જીલ્લા કક્ષાએ ભાજપની જૂથબંધીની અસર તાલુકા કક્ષાએ અસરકારક નથી રહી ને,ટૂંકમાં આ પરિણામની

પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા એ સ્પષ્ટ છે કે કોંગ્રેસનું નબળુ સુકાન,સંગઠન, સંકલન,નબળી

નેતાગીરી,અને વધારે પડતો આત્મવિશ્વાસ તેમજ આંતરિક જૂથબંધી

જવાબદાર છે.

જેમાં લોકમુખે સંભળાતી ચર્ચા મુજબ છેલ્લા દિવસોમાં

કોંગ્રેસનાં કહેવાતા મોટાગજા નેતાઓ ચુંટણી પ્રચારમાં ફરક્યા જ નહોતા,જ્યારે ભાજપમાં જીલ્લા કક્ષાની જૂથબંધીને અલગથી તારવીને

સુબિર તાલુકાનાં ભાજપનાં આગેવાન રાજેશ ગામિત સંકલન કરીને પ્રચાર પ્રક્રિયામાં

સાંસદ, પ્રભારી મંત્રી કક્ષાનાં આગેવાનો પાસે

ઓટલા બેઠકો કરાવીને બંન્ને બેઠકોની જીત હાંસલ કરી ગયા જે જોવું રહયું.

Next Story