Connect Gujarat
ગુજરાત

ડાંગ : ભાતીગળ ડાંગ દરબાર મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોએ જમાવ્યુ આકર્ષણ

ડાંગ : ભાતીગળ ડાંગ દરબાર મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોએ જમાવ્યુ આકર્ષણ
X

ડાંગ જિલ્લાની

ભાતીગળ લોકસંસ્કૃતિને ઉજાગર

કરતો ડાંગ દરબારના

મેળો જામી રહયો

છે ત્યારે રાત્રિના

સમયે યોજાતા સાંસ્કૃતિક

કાર્યક્રમોમાં આદિવાસી નૃત્યોએ

રંગ જમાવ્યો હતો.

ડાંગ દરબારના બીજા

દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમમાં

૧૮મી એશિયન ગેમ્સમાં

૪/૪૦૦ મીટર રીલે

દોડમાં ભારત દેશને

ગોલ્ડ મેડલ અપાવનાર

આંતરરાષ્ટ્રિય એથ્લેટ અને

ડાંગની દિકરી સરિતા

ગાયકવાડ વિશેષ અતિથિ

તરીકે ઉપસ્થિત રહી

લોકોનો ઉત્સાહ વધાર્યો

હતો.

ડાંગ દરબારના

મેળા દરમિયાન આદિવાસી

જિલ્લાના કલાકારો રંગ

જમાવી અનેરૂ આકર્ષણ

ઉભુ કરી રહયા

છે. જેમાં હોળીના

પર્વ તેમજ શુભ

પ્રસંગોમાં દાહોદનું તલવાર

નૃત્ય તેમજ છોટાઉદેપુરના

હોળી નૃત્ય તથા

પંજાબનું ભાંગડા,હરિયાણાનું

વિશિષ્ટ ધુમ્મર નૃત્યે

દર્શકોને ડોલાવી દીધા

હતા. ડાંગની નાની

દિકરીઓએ કઠપૂતળી નૃત્ય

સાથે ડાંગના પાવરી

નૃત્યે પણ ધમાકેદાર

પરંપરાગત સંસ્કૃતિને રજુ

કરતા કલાકારોને દર્શકોએ

તાળીઓથી વધાવી લીધા

હતા.

કાર્યક્રમના મધ્યે

ડાંગ કલેકટર કચેરીમાં

ફરજ બજાવતા અને

સૌરાષ્ટ્રના શાયર તરીકે

જાણીતા પી.વી.પરમાર લીખીત

‛ડાંગનો

દરબારી’ ગીત

રજુ કરાયું હતું.

સારેગમપ સ્ટુડિયો અમદાવાદ

દ્વારા નિર્મિત આ

ગીતને વિવેક વ્યાસે

કંઠ આપ્યો હતો.

આ કલાકારોને લોકોએ

તાળીઓથી બિરદાવી કલાને

પ્રોત્સાહન આપ્યું હતું.

અબાલવૃધ્ધ સૌ પ્રેક્ષકોના

મનોરંજન માટે વહીવટીતંત્ર

દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું

આયોજન કરવામાં આવે

છે. ડાંગના જાદુઇ

કલાના કલાકાર સંદિપભાઇ

કે જેઓ સનીના

હુલામણા નામથી ઓળખાય

છે. જેમણે પોતાની

કલા દ્વારા બાળકો

સહિત દર્શકોના દિલ

જીતી લીધા હતા.

સાથે સાથે સોશ્યલ

મીડિયા યુ ટયુબ

પર સ્થાનિક ડાંગી

ભાષામાં કોમેડી રજુ

કરતા કલાકારોએ લોકોને

પેટ પકડી હસાવ્યા

હતા. મનોરજંનના આ

કાર્યક્રમ દરમિયાન જિલ્લા

ચૂંટણીતંત્ર દ્વારા મતદાર

યાદીમાં નામ નોંધણી

અંગેનો સંદેશ આપવામાં

આવ્યો હતો અને

સૌ પ્રેક્ષકોએ આ

કાર્યક્રમમાં સહભાગી થઇ

પ્રતિજ્ઞા લીધી હતી.

તેમજ જંગલ બચાવો,

વૃક્ષ ઉછેર માટે

પણ જિલ્લા શિક્ષણાધિકારી

દ્વારા અનુરોધ કરવામાં

આવ્યો હતો.

સાંસ્કૃતિક કાર્યક્રમ

દરમિયાન અનેકવિધ કાર્યક્રમો

રજુ થાય છે.

સાંજે બાળકો માટે

ચિત્ર સ્પર્ધાઓ યોજાઇ

હતી. જેમાં જુદી

જુદી શાળાના કુલ

૨૧ સ્પર્ધકોએ ભાગ

લીધો હતો. ચિત્ર

સ્પર્ધામાં પ્રથમ દીપદર્શન

માધ્યમિક શાળાનો વિઘાર્થી

કાપડિયા જયેશ દિપક, દ્વિતિય પટેલ

કમલ એલ., તૃતિય

ભોયે હેત્વીકુમારી રહ્યા

હતા. વિજેતાઓને કુ.સરિતા

ગાયકવાડ,કલેકટરશ્રી એન.કે.ડામોર,નાયબ પોલીસ

અધિક્ષક આર.ડી.કવા,નિવાસી

અધિક કલેકટર ટી.કે.ડામોર,પ્રાંત અધિકારી

કાજલબેન ગામીત સહિત

મહાનુભાવોએ પ્રોત્સાહક ઈનામ

અર્પણ કર્યા હતા.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં આહવાનગરના

સરપંચ રેખાબેન પટેલ, વાસુર્ણાના રાજવી

ધનરાજસિંહ સૂર્યવંશી સહિત

મોટી સંખ્યામાં દુર

દુરથી લોકો ઉપસ્થિત

રહયા હતા.

Next Story