Connect Gujarat
ગુજરાત

ડાંગ : ત્રિપુરા રાજ્યના અગરતલા ખાતે યોજાયેલા NICમાં ડાંગી પાવરીવાદન છવાયું

ડાંગ : ત્રિપુરા રાજ્યના અગરતલા ખાતે યોજાયેલા NICમાં ડાંગી પાવરીવાદન છવાયું
X

નહેરૂ યુવા કેન્દ્ર આહવાનાં નેજા હેઠળ યોજાયેલ NIC ( નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પ)માં સરકારી વિનયન અને

વાણિજ્ય કોલેજ આહવાનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ત્રિપુરાની રાજધાની અગરતલા ખાતે

યોજાયેલા NIC (રાષ્ટ્રીય એકતા શિબિર)માં ભારતના જુદાજુદા 15 રાજ્યોનાં યુવાઓએ

ભાગ લીધો હતો, જેમાં ગુજરાત રાજ્યનાં ડાંગ

જિલ્લાનાં યુવાઓની પસંદગી કરવામાં આવી હતી. નહેરૂ યુવા

કેન્દ્રનાં નેશનલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દરેક રાજ્યોનાં યુવાઓએ સાંસ્કૃતિક કૃતિઓ

રજૂ કરી હતી. જેમાં સરકારી

વિનિયન અને વાણિજ્ય કોલેજ આહવાનાં કુલ 10 વિદ્યાર્થીઓએ ડાંગનું

અતિપ્રાચિન અને પારંપારિક એવુ પાવરી નૃત્ય રજૂ કર્યું હતુ. પાવરી નૃત્ય જે ડાંગ જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત જોવા મળે છે તથા ડુંગરદેવની પૂજા વખતે વગાડવામાં આવતુ પાવરીનું સંગીત લોકોને કંઈક

અલગતમ અનુભૂતિ કરાવે છે. જેમાં 8 થી 10 પુરુષો પાવરી

વાદ્યનાં તાલ પર અવનવા કરતબ કરતા હોય છે. આ નૃત્યમાં શારિરિક અવનવી કરતબો હોય છે

જેના લિધે ફક્ત પુરૂષો જ આ નાચમાં ભાગ લઇ શકે છે.

1 થી 5મી ફેબ્રુઆરી સુધી યોજાનાર NIC કેમ્પમાં ત્રિપુરા રાજ્યનાં

મુખ્યમંત્રી,નહેરૂ યુવા કેન્દ્રનાં

ડી.વાય.સી,સ્ટેટ ડાયરેક્ટર તથા અન્ય

પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા,તથા

અન્ય રાજ્યમાં પણ ડાંગ જિલ્લાની પરંપરાગત સંસ્કૃતિમાં માન્ય પાવરીવાદન નૃત્ય કળાની

પ્રસંશા કરવામાં આવી હતી.

Next Story