Connect Gujarat
Featured

ડાંગ : લહાનચર્યા ગામમાં લોકો સાથે વાત કરતી શરૂ નામની કાબર, જુઓ માનવજાતિ અને પક્ષીની અનોખી મિત્રતા

ડાંગ : લહાનચર્યા ગામમાં લોકો સાથે વાત કરતી શરૂ નામની કાબર, જુઓ માનવજાતિ અને પક્ષીની અનોખી મિત્રતા
X

ડાંગ જિલ્લાના લહાનચર્યા ગામે બોલતી કાબર માધ્યમિક શાળાની સભ્ય બની છે. જોકે બાળકો જોડે શાળામાં રોજ આવતી આ કાબરે કુતુહલ સર્જ્યું છે, ત્યારે પ્રકૃતિ પ્રેમી શાળાના શિક્ષકો અને બાળકો સાથે કાબરની મિત્રતા લોકોમાં ચર્ચાનો વિષય છે.

ડાંગ જિલ્લાના લહાનચર્યા ગામના પ્રકૃતિપ્રેમી વિદ્યાર્થીના ઘરે નાનપણથી કાબર આવતી હોવાથી બન્ને વચ્ચે મિત્રતાના સંબધો બધાંયા છે. કાબર બોલે તે સૌ કોઈને નવાઈ લાગે પરંતુ લહાનચર્યા ગામે વસવાટ કરતી શરૂ નામની કાબર બોલે છે. ગામના દરેક લોકો સાથે વાતો કરે છે. ખાસ કરીને નાના બાળકો અને શાળાના વિદ્યાર્થીઓના હાવભાવ સમજી આ કાબર મિત્રની જેમ જ વાતો કરે છે. લહાનચર્યા ગામે રહેતા અજિત સાથે આ કાબરના નાનપણથી જ સંબધ છે. કાબર જ્યારે નાની હતી ત્યારથી અજિતની મિત્ર બની ગઈ છે. આન કાબરને ડાંગની સ્થાનિક ભાષામાં શાળોકી તરીકે ઓળખવામાં આવે છે. જેને ટૂંકમાં લહાનચર્યા ગામના લોકો શરૂ તરીકે ઓળખાવે છે. અજિત એકલતામાં આ કાબર સાથે અલકમલકની વાતો કરતો હોય છે. તો સાથે જ કાબર પણ જાણે પોતાના સુખ દુઃખની વાતો કરતી હોય તેમ આ વિદ્યાર્થી જોડે ભળી જઇ વાતો કરવા લાગે છે. અજિતનો પરિવાર પણ આ કાબરને પોતાના પરિવારની જ સભ્ય માનીને તેની દેખરેખ રાખે છે.

અજિત ન હોય ત્યારે તેના મિત્ર રવિ સાથે પણ એટલીજ સહજતાથી કાબર વાતો કરે છે. કાબર ચાલું વર્ગખંડમાં પણ વિદ્યાર્થીઓ જોડે આવી જાય છે. છેલ્લા 3 અઠવાડિયાથી શાળાના બાળકો અને શિક્ષકોનો આ કાબર જોડે સુમેળભર્યો સંબધ બંધાયો છે. જેના કારણે શાળામાં આવતી કાબર પણ કોઈ ખલેલ પહોછાડ્યા વિના પોતાની મેળે આવ-જા કરતી હોય છે. આ કાબર જાણે માણસની જેમ બોલતી હોય તેમ દરેક વસ્તુઓ વિશે પણ બોલે છે. લહાનચર્યા ગામના દરેક લોકોને જાણે આ કાબર ઓળખતી હોય તેમ દરેકના ઘરે જાય છે, ત્યારે ખુલ્લા આકાશમાં વિહરતું આ પક્ષી માનવજાતિ સાથે ભળી ગયું છે. જે જંગલ, ગામ અને શાળા અને ખેતરમાં પણ લોકો સાથે જાય છે. ડાંગ જિલ્લાના આદિવાસીઓનો પ્રકૃતિ સાથે સંબધ હોવાથી અહી રહેતા લોકો પ્રકૃતિપૂજક છે. તો સાથે જ ઘણા વર્ષોથી પ્રકૃતિ સાથે જોડાયેલા આદિવાસીનો પશુ-પક્ષી સાથેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

Next Story