Connect Gujarat
ગુજરાત

ડેડીયાપાડામાં કોંગ્રેસની સભા સંબોધવા આવેલા અહેમદ પટેલે ભાજપ અને મોદી પર કર્યા પ્રહાર

ડેડીયાપાડામાં કોંગ્રેસની સભા સંબોધવા આવેલા અહેમદ પટેલે ભાજપ અને મોદી પર કર્યા પ્રહાર
X

લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ ના ઉમેદવાર શેરખાન પઠાણ ના પ્રચાર માટે ડેડીયાપડા પીઠા ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય નેતા અને કોગ્રેસના ખજાનચી અહેમદ પટેલ અને પૂર્વ ક્રિકેટર નવજ્યોત સિંહ સિંધુ ડેડીયાપડા ખાતે આવ્યા હતા. જેમને જોવા અને સાંભળવા મોટી સંખ્યામાં મતદારો આવ્યા હતા. ત્યારે કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલ વિજય વિશ્વાસ સંમેલન માં હાજર નવજ્યોતસિંહ સિંધુએ ભાંગરો વાટયો હતો.અને જણાવ્યું હતું કે,કોંગ્રેસ ને કોઈ હરાવી નહીં શકે જો હરાવી શકે તો જાતે કોંગ્રેસ જ હરાવી શકેની વાત કહી કોંગ્રેસ ના હાર અંગેની ટિપ્પણી કરી હતી.

ડેડીયાપાડામાં આજે કોંગ્રેસની સભા સંબોધવા આવેલા અહેમદ પટેલે ભાજપ અને મોદી પર પ્રહારો કર્યા હતા.2002માં ગુજરાતનું દેવું 45000 કરોડનું હતું.આજે 3 લાખ કરોડનું દેવું થઈ ગયું છે.આજના મુખ્યમંત્રી દોષી નથી પણ ખરા જવાબદાર તો નરેન્દ્રકુમાર મોદી છે.તાયફા અને તમાશા માટે દેવું થયું.અહેમદ પટેલે ભાજપ પર કર્યા આકરા પ્રહાર.ભારતીય જનતા પાર્ટી ને આજે સંદેશો આગે આગે દેખો હોતા હે ક્યાં?આ ચૂંટણીમાં ગુજરાતમાં જનતા પરેશાન છે એટલે લાગે છે કે 26માંથી 15 બેઠક કોંગ્રેસ જીતશે.23 મેં ના રોજ ભાજપની સરકાર નહીં હોય અને મોદી માજી વડાપ્રધાન થઈ જશે.આ લડાઈ પ્રજા અને ભાજપ વચ્ચે છે,આદિવાસી, હરિજન,ખેડૂતો અને મજૂરો,વ્યાપારીઓ, વિદ્યાર્થીઓ અને મહિલાઓએ છેડયું છે યુદ્ધ.મોદી ગુજરાત મોડેલ ના નામે જીતીને ગયા અને ગુજરાત મોડેલ જેવું કંઈ નથી.ગુજરાત મોડેલ માં ઉદ્યોગપતિનું રાજ ચાલે છે.

તો નવજોત સિધ્ધુ એ જણાવ્યું હતું કે,હું મહિલાઓ નું સન્માન કરૂં છું એટલે લગ્ન બાદ મારી મૂછો નીચે છે અને અહેમદ પટેલનું પણ કંઈક આવું જ છે તેઓ પણ તેમના પત્ની થી ડરે છે.સાયરી ના અંદાજમાં જણાવ્યું હતું કે સરહદ પર તણાવ છે સાંભળ્યું છે કે દેશમાં ચુનાવ છે.આઝાદી પહેલા ગોરા અંગ્રેજ હતા હવે કાળા અંગ્રેજ છે જે દેશમાં ભાગલા પડાવે છે.આઝાદી પહેલા ગોરા અંગ્રેજ હતા હવે કાળા અંગ્રેજ છે જે દેશમાં ભાગલા પડાવે છે.કોંગ્રેસ એક એક ગરીબ ને 72000 વાર્ષિક અપાશે.પછી ગરીબ ઈજ્જત ની રોટલી ખાશે. મોદી તમામ વાયદાઓથી ફરી ગયા.મોદી જાતિવાદ ના નામે લોકોમાં ભાગલા પડાવ્યા.

Next Story