Connect Gujarat
Featured

દેડીયાપાડા : ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રી રાહતફંડમાં 10 લાખ રૂા. આપ્યાં

દેડીયાપાડા : ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રી રાહતફંડમાં 10 લાખ રૂા. આપ્યાં
X

દેડીયાપાડાના ભારતીય ટ્રાયબલ પાર્ટી ( બીટીપી)ના ધારાસભ્ય મહેશભાઇ વસાવાએ કોરોના વાયરસ સામેની લડતમાં પોતાનું યોગદાન આપ્યું છે. તેમણે પોતાનો એક મહિનાનો પગાર તથા 10 લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહતફંડમાં જમા કરાવ્યાં છે.

કોરોના વાયરસ સામેની લડાઇમાં જીત મેળવવા દેશભરમાંથી દાન અને સહાયનો ધોધ વહી રહયો છે. દેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ છોટુભાઈ વસાવાએ મુખ્યમંત્રી રાહત ફંડમા પોતાનો એક માસનો પગાર અને પોતાના અનુદાનમાંથી 10 લાખ રૂપિયા જમા કરાવ્યાં છે. આ ઉપરાંત દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં રેશનકાર્ડ વગરના, નિરાધાર, ઘરવિહોણા,આદિમ જુથો, શ્રમિકો, પરપ્રાંતીય, મજૂરી કરીને ટંકે જમનારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો નું સર્વે કરાવી હાલ સ્વખર્ચે 600 કીટ ખાદ્યસામગ્રી તૈયાર કરાવી છે. આ કીટોના વિતરણની કાર્યવાહી બંને તાલુકાઓમાં ચાલી રહી છે.

કીટમાં 10 દિવસ સુધી ચાલે એટલા ચોખા, ઘઉ, દાળ, બટાકા,ડુંગળી,તેલ, મીઠું, મરચું હળદર જેવી સામગ્રી આપવામાં આવી છે.

Next Story