Connect Gujarat
Featured

દેવભૂમિ દ્વારકા : સરકારી અનાજનો જથ્થો લઈને નીકળી હતી 3 કાર, જુઓ પછી પોલીસે શું કર્યું..!

દેવભૂમિ દ્વારકા : સરકારી અનાજનો જથ્થો લઈને નીકળી હતી 3 કાર, જુઓ પછી પોલીસે શું કર્યું..!
X

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાંથી સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. જેમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ખંભાળીયા શહેરના સલાયા ચાર રસ્તા નજીકથી પોલીસે 3 વાહનોમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતો સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો હતો. 3 વેપારીઓની કારમાંથી 24 મણ ચોખા અને 28 મણ ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો.

જોકે ખંભાળીયા માર્કેટિંગ યાર્ડમાં વેપારી પાસેથી સરકારી અનાજનું ખરીદ-વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં આવેલ દુકાનોમાં પણ 177 મણ ચોખા અને 181 મણ ઘઉંના જથ્થાને સીલ મારવામાં આવ્યું છે. હાલ તો ખંભાળીયા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી CRPC કલમ 102 હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story