/connect-gujarat/media/post_banners/caecdf89069918bc90b08fe342c7883a8934970341481578064afa54dc0e535a.webp)
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ખોદવામાં આવેલ ખાડામાં આજરોજ એક કાર ચાલક ખાબક્યો હતો. કાર 20 ફૂટ ઉંડા ખાડામાં ખાબકતા ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર 8 ઉપર એટીએમ ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે એક કારચાલક હાઇવેના સર્વિસ રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં કાર સાથે ખાબક્યો હતો.આખી કાર 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબાકી હતી. જોકે આ ઘટનામાં કારચાલકને સામાન્ય ઇજા થઈ હતી. આખી કાર ખાડામાં પડી ગઈ હતી. ઘટનાને પગલે લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ક્રેનની મદદથી ખાડામાં કારને બહાર કાઢવામાં આવી હતી. છેલ્લા કેટલાય સમયથી કોર્પોરેશન દ્વારા આ કામગીરી ચાલી રહી છે. આવા અનેક ખાડાઓ પૂર્વ વિસ્તારમાં રોડ ઉપર ખોદી અને આસપાસમાં બેરીકેટ કરવામાં આવતું નથી. જેના કારણે કોઈપણ વાહન ચાલક ખાડામાં પડી શકે છે. કોર્પોરેશનની આવી બેદરકારીના કારણે કારચાલક ખાડામાં પડ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.