Connect Gujarat
ધર્મ દર્શન 

અમદાવાદ: CM ભુપેન્દ્ર પટેલના મતવિસ્તારમાં વરસાદી પાણી ભરાતા અધિકારીઓ થયા દોડતા,પાણીના નિકાલની કરી તાત્કાલિક વ્યવસ્થા

1 કલાકના વરસાદમાં ફરી અમદાવાદમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાય હતી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

X

1 કલાકના વરસાદમાં ફરી અમદાવાદમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાય હતી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના નિકાલ માટે કોર્પોરેશનના અધિકારી દોડતા થયા શહેરના સાબરમતી અને પશ્ચિમ અમદાવાદને જોડતા મુખ્ય માર્ગ 132 ફિટ રિંગ રોડ પણ પાણીમાં ગરકાવ થયો હતો

માત્ર એક કલાકના વરસાદમાં ફરીથી અમદાવાદ પાણી પાણી થવા લાગ્યું હતું. પશ્ચિમ વિસ્તારમાં ઉસ્માનપુરા, નારણપુરા AEC બ્રિજ નીચે ટી શાસ્ત્રીનગર જતા બ્રિજની બાજુમાં રસ્તો આખો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ વિસ્તાર મુખ્યમંત્રીનો મત વિસ્તાર છે જેથી તાત્કાલિક ધોરણે કોર્પોરેશનની ટીમ આવી પાણીના નિકાલ માટે ગટરના ઢાંકણા ખોલી કામગીરી શરૂ કરવામાં આવી હતી. તો કોર્પોરેશનના અધિકારી પણ ત્યાં પહોંચી ગયા હતા. અને પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરતા નજરે પડયા હતા. પરંતુ અહીંના સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 20 વર્ષથી આ રોડ પર પાણી ભરાય છે પરંતુ તંત્ર તરફથી કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. રાજનેતાઓ માત્ર વોટ લેવા માટે આવે છે પણ આવી તકલીફ થાય ત્યારે કોઈ આવતું નથી

Next Story