Connect Gujarat
ધર્મ દર્શન 

અંકલેશ્વર : ઘરે-ઘરે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાય, રાધાવલ્લભ મંદિરે કૃષ્ણ બાળસ્વરૂપના ભક્તોએ કર્યા દર્શન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં જન્માષ્ટમી નિમિત્તે ક્રુષ્ણભક્તોએ ઘરે-ઘરે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી હતી

અંકલેશ્વર : ઘરે-ઘરે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાય, રાધાવલ્લભ મંદિરે કૃષ્ણ બાળસ્વરૂપના ભક્તોએ કર્યા દર્શન
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં જન્માષ્ટમી નિમિત્તે ક્રુષ્ણભક્તોએ ઘરે-ઘરે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. કોરોના વાયરસની પરિસ્થિતિ જોતા જાહેર ઉજવણી પર રોક હતી છતાં પણ લોકોએ શ્રદ્ધાભેર પોતપોતાના ઘરે શ્રીકૃષ્ણ જન્મોત્સવને વધાવ્યો હતો.

ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસનો હરખ દરેકને હોય છે. પ્રતિવર્ષ અંકલેશ્વર શહેર તાલુકા વિસ્તારમાં શ્રીકૃષ્ણ ભગવાનના જન્મોત્સવ માટે લોકોની તૈયારીઓ દિવસો પહેલાથી શરૂ થઈ જતી હોય છે. ખાસ કરીને અંકલેશ્વર શહેરમાં આવેલી હવેલીઓ તેમજ મંદિરોમાં પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા માટે લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે અને જાહેર સમારંભો, દહીંહાંડી, મટકીફોડ જેવા કાર્યક્રમો પર પ્રતિબંધના કારણે લોકોએ ઘરે જ શ્રીકૃષ્ણના જન્મને વધાવવાનું પસંદ કર્યું હતું, ત્યારે અંકલેશ્વર શહેરના પંચાતી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિર ખાતે પ્રતિવર્ષની પરંપરા મુજબ શ્રીકૃષ્ણના જન્મને અલૌકિક શણગાર વડે વધાવવામાં આવ્યો હતો. જેમાં તમામ નીતિ નિયમો અને સામાજિક અંતર જાળવી રાખવા તેમજ માસ્ક પહેરવા સાથેના નિયમોનું પાલન કરી બાળકૃષ્ણના જન્મનો પ્રસંગ ભાવિક ભક્તો માટે રાખવામાં આવ્યો હતો.

Next Story