અંકલેશ્વર : શહેરના અલગ અલગ મંદિરે અધિક શ્રાવણ અને શ્રાવણ માસમાં યોજનારા અનેક કાર્યક્રમોનું કરાયું પૂર્વ આયોજન....

અધિક માસમાં ભગવાન વિષ્ણુની આરાધનાનું વિશેષ મહત્વ છે

New Update
અંકલેશ્વર : શહેરના અલગ અલગ મંદિરે અધિક શ્રાવણ અને શ્રાવણ માસમાં યોજનારા અનેક કાર્યક્રમોનું કરાયું પૂર્વ આયોજન....

અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થ ક્ષેત્ર ખાતે આવેલ માંડવ્યેશ્વર મહાદેવ, ક્ષિપ્રા ગણેશ મંદિર અને નર્મદા મંદિર ખાતે પવિત્ર અધિક માસ અને શ્રાવણ મહિનામાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું યોજાશે. ટ્રસ્ટ દ્વારા તા. 18 જુલાઈ થી 16 ઓગસ્ટ સુધી ચાલનારા અધિક શ્રાવણ માસમાં દર સોમવારે રૂદ્ર અભિષેક અને તા. 1 ઓગષ્ટને મંગળવારે ભવ્ય વિષ્ણુયાગનું પણ આયોજન કરવામા આવ્યું છે. અધિક માસમાં ભગવાન વિષ્ણુની આરાધનાનું વિશેષ મહત્વ છે. આ ઉપરાંત તા. 17 ઓગષ્ટ થી શરૂ થનાર મહાદેવજીની ભક્તિમાં લીન થવા માટે શ્રાવણ માસના દર સોમવારે રુદ્ર અભિષેક, તા.11 સપ્ટેમ્બરે હોમાત્મક લઘુરુદ્ર, અને તા. 26 સપ્ટેમ્બરે ગણેશ ઉત્સવ દરમ્યાન ગણેશ યાગ તથા તા.23 ઓકટોબરે નર્મદા મંદિરે આસુ સુદ નોમ ને દિવસે એક ચંડી હવન સહિતનાં અનેક કાર્યક્રમોનું પૂર્વ આયોજન કરાયું છે.