અંકલેશ્વર:દશેરાના દિવસે વાજતે ગાજતે માતાજીના જવારાનું વિસર્જન કરાયુ

માતાજીના જવારાને પરંપરાગત નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યા

New Update
અંકલેશ્વર:દશેરાના દિવસે  વાજતે ગાજતે  માતાજીના જવારાનું વિસર્જન કરાયુ

આજે દશેરાના પર્વની ઉજવણી

માતાજીનાં જવારાનું કરવામાં આવ્યુ વિસર્જન

મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રહ્યા ઉપસ્થિત

આજરોજ દશેરાના પર્વ નિમિત્તે માતાજીના જવારાનું અત્યંત ભક્તિભાવ વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ આસો નવરાત્રીમાં નવ દિવસ અંકલેશ્વરમાં લોકોએ માતાજીની પૂજા અર્ચના કરી અને ગરબા રમી નવરાત્રીની ધૂમધામથી ઉજવણી કરી હતી, જ્યારે કેટલાક સમાજ અને કુટુંબ દ્વારા વર્ષોથી ચાલતી પરંપરાગત માતાજીના જવારા વાવી નવરાત્રિના નવ દિવસ સુધી તેમની પૂજા અર્ચના કરી દશેરાના દિવસે અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાંથી જવારા નીકળ્યા હતા. માતાજીના જવારાને પરંપરાગત નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

Latest Stories