New Update
અંકલેશ્વરના ભડકોદ્રા ગામે આવેલું છે મંદિર
કષ્ટભંજન હનુમાન મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર
મંદિરના પાટોત્સવની કરવામાં આવી ઉજવણી
હનુમાન જયંતિની પણ કરાય ઉજવણી
વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
અંકલેશ્વરના ભડકોદ્રા ગામ ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરના પાટોત્સવ અને હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વરના ભડકોદ્રા ગામ ખાતે કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે આ મંદિરમાં સાળંગપુરવાળા કષ્ટભંજન દાદાની આબેહૂબ પ્રતિમાનું સ્થાપન કરાયું છે ત્યારે આ મંદિરના પાટોત્સવની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી.
સાથે જ હનુમાન જયંતીની પણ ઉજવણી કરાઈ હતી. પાટોત્સવ નિમિત્તે હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્તવિધિ અનુસાર રુદ્ર અવતાર હનુમાનજીની આરાધના કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમોનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.