જગન્નાથજીની રથયાત્રાની તૈયારી
ભગવાનની રથયાત્રા પૂર્વે તૈયારી શરૂ
રથ અને મંદિરની સાફ સફાઈ કરવામાં આવી
27 જૂનના રોજ યોજાશે રથયાત્રા
જગન્નાથ,બલરામ,બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળશે
અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા પાસે હરિદર્શન સોસાયટીમાં આવેલ જગન્નાથ મંદિર ખાતે ભગવાનની 23મી રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.આગામી તારીખ 27મીના રોજ નીકળનારી રથયાત્રા નિમિત્તે મંદિર ખાતે પૂજા પાઠ તેમજ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તારીખ 27મી જુનના રોજ અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે અંકલેશ્વરની હરિદર્શન સોસાયટીમાં આવેલ ભગવાન જગન્નાથજી મંદિર ખાતે રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે,રથયાત્રાને લઇ નગરજનો અને આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે અને ભવ્યાતિભવ્ય રીતે યોજાય તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર ખાતે સવારથી પૂજા અર્ચના અને યજ્ઞ યોજાશે,અને મહાનુભાવોના હસ્તે મંદિરથી રથયાત્રા નીકળશે જે અંકલેશ્વર નગરના વિવિધ વિસ્તારોમાં ફરી મોડી સાંજે મંદિર ખાતે પરત આવશે.ત્યારે રથયાત્રાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.