Connect Gujarat
ધર્મ દર્શન 

અરવલ્લી: યાત્રાધામ શામળાજીમાં નવા વર્ષના પ્રારંભે ભક્તોની ભારે ભીડ, તંત્ર દ્વારા કરવામાં આવી વિશેષ વ્યવસ્થા

ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી.ભગવાન દેવ ગદાદર શામળિયાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા

X

આજથી નૂતન વર્ષની શરૂઆત થઈ રહી છે ત્યારે ગુજરાત ના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં નવા વર્ષના પ્રારંભે ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી આજથી નૂતન વર્ષની શરૂઆત થઈ રહી છે ત્યારે ગુજરાત ના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં નવા વર્ષના પ્રારંભે ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી.ભગવાન દેવ ગદાદર શામળિયાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા ભક્તો દ્વારા તમામ વૈષ્ણવોનું સદા કલ્યાણ થાય ઉત્તરોત્તર દરેકની પ્રગતિ થાય તેવી કાળિયા ઠાકોરને પ્રાર્થના કરી હતી

અને વર્ષના પ્રારંભમાં ભગવાનના દર્શનથી આખું વર્ષ ભક્તોના જીવનમાં સફળતાના શિખરોસર થાય એવો ભાવ વ્યક્ત કર્યો હતો.આજના નૂતન વર્ષે જેમ દરેક ભક્તો અવનવા કપડાં અને શણગાર સજીને નવા વર્ષેની ઉજવણી કરે છે ત્યારે ભગવાનને પણ સુંદર મજાના આભૂષણો સાથે સોનાના શણગાર કરવામાં આવ્યા હતા.સમગ્ર ગુજરાતના એક માત્ર વિષ્ણુ મંદિરમાં કાળિયા ઠાકરને શંખ ચક્ર ગદા પદ્મ અને ભગવાનના ગળામાં શોભતી સુંદર વનમાળાથી શામળિયો દીપી ઉઠ્યો છે ત્યારે ભગવાન પણ તમામ ભક્તો પર કૃપા વરસાવી રહ્યા છે.એ રીતે ભગવાન તમામનું તેજ પણ દીપી રહ્યું હતું શામળાજી મંદિરમાં આજે દિવસ દરમિયાન અલગ અલગ મનોરથો પણ કરવામાં આવે છે.આમ ખૂબ શ્રદ્ધા અને ભાવ સાથે ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા છે.




Next Story