Connect Gujarat
ધર્મ દર્શન 

આયોધ્યા: રામમંદિરમાં ભક્તોએ 3 કરોડ 17 લાખ રૂપિયાનું દાન આપી રેકોર્ડ બનાવ્યો

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 10 ડોનેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા

X

રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ મળ્યું રેકોર્ડબ્રેક દાન

રામમંદિરમાં રામ ભક્તોએ 3 કરોડ 17 લાખ રૂપિયાનું દાન આપ્યું

પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 10 ડોનેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા

5 લાખ લોકોએ દર્શન કર્યા

પ્રતિવર્ષ 5 કરોડ લોકો દર્શન કરે એવો અંદાજ

ટ્રસ્ટ દ્વારા તમામ વ્યવસ્થા સુદ્રઢ બનાવાય

અયોધ્યા રામ મંદિરમાં દાનની સરવાણી વહી છે. એક જ દિવસમાં રૂપિયા 3 કરોડથી વધુ રુપિયાનું દાન ટ્રસ્ટને મળ્યું હતું અને 5 લાખ લોકોએ શ્રી રામ લલ્લાના દર્શન કર્યા હતા અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગયા બાદ હવે મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી રહ્યા છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે, 22 જાન્યુઆરીએ રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામ ભક્તોએ 3 કરોડ 17 લાખ રૂપિયાનું દાન આપીને રેકોર્ડ બનાવ્યો છે. '

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 10 ડોનેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા. આ સિવાય દેશ અને દુનિયાના ઘણા રામ ભક્તોએ ભગવાન શ્રી રામને ઓનલાઈન દાન મોકલ્યું છે.23 જાન્યુઆરી મંગળવારે 5 લાખથી વધુ રામ ભક્તોએ દર્શન કર્યા હતા. દર્શન સુવ્યવસ્થિત રીતે થાય તે માટે વહીવટીતંત્ર સાથે પરામર્શ કરીને વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બીજી તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ ટ્રસ્ટના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજીને નવી રણનીતિ તૈયાર કરી છે.

Next Story