ભરૂચ : ઝઘડિયાના જુના તરસાલી ગામે હાજી મન્સૂર શાહ વલીના 85માં ઉર્સની ઉજવણી કરાઈ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જુના તરસાલી ગામે હાજી મન્સુર શાહ વલીના 85માં ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું

New Update
  • ઝઘડિયાના જુના તરસાલી ગામે ઉર્સની ઉજવણી

  • હાજી મન્સુર શાહ વલીના 85માં ઉર્સની કરાઈ ઉજવણી

  • બે ટાઈમ નિયાઝનું પણ કરાયું આયોજન

  • ઉર્સમાં જાણીતા કવાલોએ કવાલીઓ રજૂ કરી

  • મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો રહ્યા ઉપસ્થિત

Advertisment

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જુના તરસાલી ગામે હાજી મન્સુર શાહ વલીના 85માં ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા નદી કાંઠે આવેલ જુના તરસાલી ગામ સ્થિત હાજી મન્સુર શાહ કાદરી સત્તારીના મઝાર શરીફ પર 85માં ઉર્સની ઉજવણી કરવામાં આવી હતીઆ પ્રસંગે દરગાહ શરીફ કંપાઉન્ડમાં સવારે અને સાંજે નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું,અને રાત્રે બદાયુના મશહૂર કવાલ નઈમ સાબરી અને કપાસણના મશહૂર કવાલ શબ્બીર સદાક્ત સાબરીએ શાનદાર કવાલીઓ રજૂ કરી હતી.આ પ્રસંગે ઉર્સમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉર્સમાં હાજરી આપવા આવેલા તમામ લોકો માટે બે ટાઈમ નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સૈયદ અબ્દુલ કાદર બાપુ દ્વારા પાર પાડવામાં આવ્યું હતુંઆ કાર્યક્રમને સફળ બનાવવા માટે HM કમિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisment
Latest Stories