ભરૂચ: શીખ સમુદાય દ્વારા ગુરુ નાનકજીના જન્મ જયંતિ પ્રસંગની ઉજવણીના ભાગરૂપે નગર કીર્તન યાત્રા યોજાઈ

લુવારા ગામ પાસેના ગુરુદ્વારા ખાતેથી નગર કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,આ યાત્રામાં મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો જોડાયા હતા અને આ તહેવારને ગુરુ પર્વ તરીકે પણ આ તહેવાર ઉજવવામાં આવે છે.

New Update
  • ભરૂચમાં શીખ સમુદાય દ્વારા નગર કીર્તન યાત્રા યોજાઈ 

  • નબીપુરથી કસક ગુરુદ્વારા સુધી નગરકીર્તન યોજાઈ 

  • ગુરુ નાનક સાહેબના જન્મજયંતિ પ્રસંગની ઉજવણી કરાશે 

  • ગુરૂનાનક કીર્તન યાત્રાએ આકર્ષણ જમાવ્યું

  • રાજ્યભરના શીખ મંડળો જોડાયા

ભરૂચ નેશનલ હાઇવે લુવારા ગામ પાસેના ગુરુદ્વારાથી શીખ સમુદાય દ્વારા નગર કીર્તન યાત્રા યોજવામાં આવી હતી,જેમાં મોટી સંખ્યામાં શીખ ધર્મના લોકો જોડાયા હતા.
શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવનો જન્મ કારતક સુદ પૂનમના દિવસે થયો હતો,આગામી તારીખ 15 નવેમ્બરના રોજ કાર્તિકી પૂનમના પાવન અવસર નિમિત્તે શીખ સમુદાય દ્વારા ગુરુ નાનકજીના જન્મજ્યંતિ પ્રસંગની ધર્મભીની ઉજવણી કરવામાં આવશે.શીખ ધર્મ માટે આ સૌથી પવિત્ર તહેવાર ગણવામાં આવે છે અને ગુરુ પર્વ તરીકે પણ આ તહેવાર ઉજવવામાં આવે છે.
આ ઉજવણીના ભાગરૂપે ભરૂચ નેશનલ હાઇવેને અડીને આવેલ લુવારા ગામ પાસેના ગુરુદ્વારા ખાતેથી નગર કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,આ યાત્રામાં મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો જોડાયા હતા.લુવારા ખાતેના ગુરુદ્વારા થી નીકળેલી નગર કીર્તન યાત્રા ઝાડેશ્વર થઈને શહેરના માર્ગો પર ફરી કસક ગુરુદ્વારા ખાતે પહોંચીને સંપન્ન થઈ હતી,આ યાત્રામાં શીખ સમુદાય દ્વારા કીર્તન થકી ગુરુ નાનકજી સાહેબ પ્રત્યેનો ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. 
Read the Next Article

અંકલેશ્વર : શ્રાવણના પ્રથમ શનિવારે રોકડિયા હનુમાન મંદિર પરિસર જય શ્રી રામ અને જય વીર હનુમાનના નાદથી ગુંજ્યું

આ પવિત્ર સ્થાનની વિશેષતા એ છે ભક્તોને અહિયા શ્રી રામ પરિવાર, રોકડિયા હનુમાનજી, નર્મદેશ્વર મહાદેવ તેમજ ઈચ્છાપૂર્તિ શનિદેવના દર્શન થાય છે...

New Update

આજે શ્રાવણનો છે પ્રથમ શનિવાર

  • રોકડિયા હનુમાન ખાતે ઉમટ્યા ભક્તો

  • રામધૂનનું કરવામાં આવ્યું આયોજન

  • મંદિરમાં ભક્તોની લાગી ભીડ

  • દર્શનથી ભક્તોએ અનુભવી ધન્યતા 

અંકલેશ્વર તાલુકાના નૌગામા અને માંડવા ગામ નજીક આવેલ નાગ તીર્થક્ષેત્ર રોકડીયા હનુમાન મંદિરે શ્રાવણ માસના પ્રથમ શનિવારે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.

અંકલેશ્વર તાલુકાના નૌગામાના નાગતીર્થ રોકડિયા હનુમાનજી મંદિર ભક્તો માટે અનેરૂ આસ્થાનું સ્થાનક છે.હાલમાં પવિત્ર શ્રાવણની શરૂઆત થઈ છે.અને આજરોજ શ્રાવણના પ્રથમ શનિવાર હોવાથી ભકતો શ્રી રામ દુત હનુમાનજીની ભક્તિમાં લિન બન્યા છે.

રોકડિયા હનુમાન મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી,અને મંદિર પરિસર જય શ્રી રામ અને જય વીર હનુમાનના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું,આ પવિત્ર સ્થાની વિશેષતા એ છે ભક્તોને અહિયા શ્રી રામ પરિવાર,રોકડિયા હનુમાનજી,નર્મદેશ્વર મહાદેવ તેમજ ઈચ્છાપૂર્તિ શનિદેવના દર્શન થાય છે.અને આ પાવનકારી તીર્થ સ્થાનના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે.આ અવસર નિમિતે મંદિરમાં ચોવીસ કલાક રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેનો લ્હાવો પણ  ભક્તો લઈ રહ્યા છે.